Home /News /lifestyle /

Relationship Tips: તમારા પાર્ટનર સાથે સંબંધ જાળવી રાખવા ક્યારેય શેર ન કરશો આ વાતો

Relationship Tips: તમારા પાર્ટનર સાથે સંબંધ જાળવી રાખવા ક્યારેય શેર ન કરશો આ વાતો

સંબંધોમાં ખટાશ ન આવે તે માટે ધ્યાન રાખો આ વાતો

Relationship Tips: સંબંધો (Relation) આ દુનિયામાં સૌથી નાજુક વસ્તું છે અને તેથી જ તેનું વિશ્વાસ (Trust) અને પ્રેમ (Love)થી જતન કરવું પડે છે. તમારી નાની એવી ભૂલથી ગાઢ સંબંધ પણ તૂટી શકે છે. તમારા ખાસ વ્યક્તિ કે પાર્ટનર સાથે દરેક નાની વસ્તુઓ શેર કરવાથી સંબંધ અને લાગણીઓ વધુ મજબૂત બને છે

વધુ જુઓ ...
    સંબંધો (Relation) આ દુનિયામાં સૌથી નાજુક વસ્તું છે અને તેથી જ તેનું વિશ્વાસ (Trust) અને પ્રેમ (Love)થી જતન કરવું પડે છે. તમારી નાની એવી ભૂલથી ગાઢ સંબંધ પણ તૂટી શકે છે. તમારા ખાસ વ્યક્તિ કે પાર્ટનર સાથે દરેક નાની વસ્તુઓ શેર કરવાથી સંબંધ અને લાગણીઓ વધુ મજબૂત બને છે. કહેવાય છે કે દરેક સંબંધનો પાયો સત્ય અને ઇમાનદારી પર હોય છે. તેથી જ તમારી વચ્ચેના રહસ્યો તમાં જલદી તિરાડ લાવી શકે છે. પરંતુ ક્યારેક વ્યક્તિના જીવનમાં અમુક વાતો (Secrets) એવી પણ હોય છે, જેને શેર કરવાથી પણ સંબંધ તૂટી શકે છે. આવી વાતોની સીધી અસર તમારા સંબંધ (Relationship Tips) પર પડે છે. તો ચાલો જાણીએ તમારે કઇ વાતો ભૂલથી પણ તમારા પાર્ટનરને ન કહેવી જોઇએ.

    અગાઉના રીલેશનશિપ વિશે- આજકાલ સમય એવો છે કે દરેક છોકરા-છોકરીનો કોઇને કોઇ ભૂતકાળ જરૂર હોય છે. જો છોકરાઓની વાત કરીએ તો તેઓ તેના પાર્ટનરનો પાસ્ટ કે અગાઉના રીલેશનશિપની વાત ક્યારેય સહન કરી શકતા નથી. તેથી જો તમે તમારા પાર્નરને તમારા પૂર્વ પ્રેમી વિશે જણાવો છો કે કહેવાનું વિચારી રહ્યા છો, તો થોભી જાઓ. કારણે ભવિષ્યમાં તમારી વચ્ચે થનારા દરેક ઝગડામાં તે આ મુદ્દો ઉઠાવી શકે છે અને તેથી તમારો સંબંધ તૂટી શકે છે.

    આ પણ વાંચો-Chocolate Day: જાણો ચોકલેટનો 4000 વર્ષ જુનો ઈતિહાસ

    પાર્ટનરના પરીવારની ખરાબ વાતો- જો તમને તમારા પાર્ટનરના માતાપિતાની કોઇ વાતો ખરાબ લાગે છે, તો તેમના વિશે ખરાબ વાતો તમારા પાર્ટનર સાથે ક્યારેય પણ ન કરો. સ્વાભાવિક છે કે કોઇ પણ વ્યક્તિ પોતાના માતાપિતાની ખરાબ વાતો સહન કરી શકતો નથી.

    એક્સ સાથે સંપર્કમાં છો તે પાર્ટનરને ન કહેશો- જો તમે તમારા એક્સ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે હાલ એક મિત્ર તરીકે સંપર્કમાં છો તો તેના વિશે તમારા પાર્ટનરને ક્યારેય ન કહેશો. કારણ કે તેની સાથે વાત કરવી તમારા પાર્ટનરથી સહન ન પણ થઇ શકે. તેને લાગશે કે તમે તેને દગો આપી રહ્યા છો, પછી ભલે તમે અને તમારો એક્સ મિત્રતાપૂર્ણ સંબંધમાં જ કેમ ન હોય. તમારા સંબંધને જાળવી રાખવા આ વાત છૂપાવવામાં જ સમજદારી છે.

    પાસ્ટ સેક્સ લાઇફ વિશે ચર્ચા- તમારો પાર્ટનર ભલે ગમે તેટલો ખુલ્લા વિચારો ધરાવતો હોય, પરંતુ તેની સાથે પાસ્ટ સેક્સ લાઇફ વિશે ક્યારેય વાત ન કરશો. તેનાથી તેને ખરાબ લાગી શકે છે અને ઘણી વખત આવી વાતો સંબંધનો અંત પણ લાવી શકે છે.

    આ પણ વાંચો-Teddy Day 2022: જાણો ક્યારે મનાવાયો હતો પહેલો ટેડી ડે, રસપ્રદ વાતો અને ઇતિહાસ

    પાર્ટનરની ખરાબી વિશે ન કરશો વાત- કોઇ પણ માણસ પરફેક્ટ નથી હોતો. દરેક માણસમાં કોઇને કોઇ ખામી હોય છે. તમને તમારા પાર્ટનરની દરેક વાત પસંદ હશે પરંતુ અમુક આદતો કે વાત એવી પણ હશે જે તમને બિલકુલ નાપસંદ હશે. તો તેવી વાતો પર ધ્યાન ન આપી તેની સારી આદતોને ઉજાગર કરો. તમારા પાર્ટનરને તેની ખામીઓ વિશે કહેવાથી સંભવતઃ તેને ખરાબ પણ લાગી શકે છે.

    અત્યાર સુધી છૂપાવેલી વાતોનો ઉલ્લેખ ટાળો- ઘણી વખત પાર્ટનરનો સારો મૂડ કે ભાવનાઓમાં વહીને એવી વાત કરી બેસીએ છીએ, જે અગાઉ ક્યારેય કહી નથી હોતી. જો તમે ઝગડાઓ ટાળવા માંગો છો તો અત્યાર સુધી છૂપાવેલી વાતોનો પાર્ટનર સામે કોઇ પણ સંજોગોમાં ઉલ્લેખ ન કરશો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lifestyle, Relationship tips, Secrets

    આગામી સમાચાર