Home /News /lifestyle /

Relationship: બોરિંગ સંબંધને કેવી રીતે ફરી પ્રેમથી ભરવા? જાણો આ 4 બેસ્ટ ટ્રીક

Relationship: બોરિંગ સંબંધને કેવી રીતે ફરી પ્રેમથી ભરવા? જાણો આ 4 બેસ્ટ ટ્રીક

બોરિંગ સંબંધને કેવી રીતે ફરી પ્રેમથી ભરવા?

તમારો પાર્ટનર કંટાળાજનક વ્યક્તિ હોવાથી નાછૂટકે તમે પોતાની જાત સાથે જ સમય પસાર કરો છો? યાદ રાખો કે, આ પ્રકારની લાગણી અને આંતરિક છૂપી ફરિયાદ માત્ર તમારી જ નહિ હોય પરંતુ બની શકે કે તેમારા જીવનસાથી પણ હોય. તે પણ તમારા વિશે આવી જ કોઈક લાગણી ધરાવતા હોય, પરંતુ શેર ન કરી શકતા હોય. એકલતા એ સૌથી કંટાળાજનક સ્થિતિ છે, તેથી આ સમયને ટ્રાન્સફોર્મ કરો.

વધુ જુઓ ...
  Relationship Tips: પ્રેમ લગ્ન (Love Marriage) હોય કે અરેન્જ મેરેજ (Arrange Marriage) હોય, દરેક વ્યક્તિને સામેવાળું પાત્ર તેને સમજી શકે અને ભરપુર પ્રેમ આપે તેવું જોઈતું હોય છે. જોકે અમુક વખતે કેટલાક કિસ્સામાં યુગલ એકબીજાના નિરાશાવાદી વલણને લઈને કહી કે સમજાવી શકતા નથી. શું તમે પણ પરેશાન છો અને કંટાળી ગયા છો? તમારો પાર્ટનર કંટાળાજનક વ્યક્તિ હોવાથી નાછૂટકે તમે પોતાની જાત સાથે જ સમય પસાર કરો છો? યાદ રાખો કે, આ પ્રકારની લાગણી અને આંતરિક છૂપી ફરિયાદ માત્ર તમારી જ નહિ હોય પરંતુ બની શકે કે તેમારા જીવનસાથી પણ હોય. તે પણ તમારા વિશે આવી જ કોઈક લાગણી ધરાવતા હોય, પરંતુ શેર ન કરી શકતા હોય. એકલતા એ સૌથી કંટાળાજનક સ્થિતિ છે, તેથી આ સમયને ટ્રાન્સફોર્મ કરો. કપલ વચ્ચે ખુલ્લા સંવાદ અને મજબૂત પ્રયત્નોથી સંબંધો નકારાત્મકથી હકારાત્મકમાં બદલાઈ શકે છે.

  રેગ્યુલર ડેટ નાઈટ્સ કરો :


  એકવાર તમે લગ્ન કરી લો પછી તમારા રોમાંસને જાળવી રાખવા માટે એક સ્ટ્રેટજી એ છે કે, તમારા હમસફર સાથે ડેટ પર જવાનું ચાલુ રાખો. નિયમિત ડેટ નાઇટ રાખવાથી સંબંધ જીવંત રહે છે, પ્રેમાળ રહે છે. પરંતુ જો સ્થિતિ એકલતા અને રસહીનની બની રહે તો ચોક્કસથી તમારે અંગત પળો માણવા જરૂરી છે. ડિનર અને મૂવી એક રેગ્યુલર રૂટિન પરંપરા છે, પરંતુ ક્યારેક ક્યારેક કોઈ નવા ટ્વિસ્ટ તેમાં ઉમેરવા જરૂરી છે. તમને બંનેને ગમતા હોય તેવા પેઇન્ટિંગ, ડાન્સિંગના ક્લાસમાં જોડે જાવ અને મોજ કરો. જીવનનો આનંદ માણો.

  આ પણ વાંચો: Relationship: વીકએન્ડ પર પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ, આ ટિપ્સ ફોલો કરીને હોલિડેને બનાવો ખાસ

  કોઈ ફિલ્ટર વગર જ તમારી જરૂરિયાત વિશે એકબીજા સાથે વાત કરો :


  સંબંધોમાં વાતચીત સૌથી નિર્ણાયક હોય છે. તમારે પ્રામાણિકપણે વાતચીત કરવી જોઈએ અને કોઈપણ ફિલ્ટર વિના અને ખચકાટ વિના એકબીજાને સાંભળવા જોઈએ. તમારા અંદર રહેલ ક્રોધ અને નારાજગીને કારણે તમે સંબંધમાં અને તમારી જાત સાથે પણ ક્યારેક અસંતુષ્ટ બની શકો છો. આ સ્થિતિમાં પોતાને પાર્ટનરને સોંપી દેવાની જરૂર છે.

  સામે પક્ષે જો આપણું પાર્ટનર ગુસ્સો કરે કે કંટાળેલું લાગે કે દુ:ખી હોય, એકલું અનુભવે તો તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને તે અથવા તેણી શા માટે આ રીતે વર્તે છે? એ પણ સમજવું જોઈએ. તેને સમજો અને તેનો સાથ આપો. પ્રેમથી વાત સમજો અને સમજાવો. તમારો પાર્ટનર તમારી અપેક્ષાઓ પર ખરા ન ઉતરે અથવા રિલેશનશીપ યોગ્ય રીતે આગળ વધી રહી નથી તો પાર્ટનરને જાણ કરવી જોઈએ. પ્રેમ માંગો, આપો અને કરો. ઈચ્છા જાહેર કરો.

  પાર્ટનર સાથે વધુ સમય વીતાવો :


  રોમાંચ વગરની લાઈફમાં એકબીજાથી કંટાળી જશો. તેથી સમયાંતરે પ્લાન્ડ કરતા વધુ અનપ્લાન્ડ કરો. તમે સ્નેહભર્યા જોડાણને અભાવ માટે તમારા આંતરિક અસંતોષને દોષ આપવાનું શરૂ કરો તે પહેલાં જ એકબીજા સાથે વધુ સમય પસાર કરો. નાના સરપ્રાઈઝ આપો. સરળ નિયમ છે કે આસપાસ ખુશ રહેવાથી લોકો તમને ખુશ કરે છે.

  તમારા જીવનને સુધારવા માટે સંબંધો પર આધાર રાખશો નહીં, તેના બદલે તમે જે વ્યક્તિ સાથે ડેટિંગ કરી રહ્યાં છો તેને ધ્યાનમાં લીધા વિના તમારા માટે જ સુખદ જીવન બનાવવાનું લક્ષ્ય રાખો તો આપોઆપ આપનું પાત્ર પણ ખુશ થઈ જશે.

  અન્યની મદદ લો


  તમારા જીવનસાથીની સતત નકારાત્મકતા તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે તમારા જીવનસાથી સાથે સતત અણગમો અનુભવો, તેમની સાથે ખુશ ન હોવો તો તમે નજીકના મિત્ર, તમારા પરિવારના સભ્ય અથવા રિલેશનશિપ એક્સપર્ટસનો સંપર્ક કરજો.

  આ પણ વાંચો: ઔષધીય ગુણોથી ભરપૂર હળદર નાના બાળકને ક્યારે અને કેવી રીતે આપવી?



  આ લોકો તમને કંટાળાજનક જીવનસાથી સાથે કેવી રીતે ફરી પ્રેમ પાંગરવો અને સ્થિતિને કેવી રીતે સુધારવી તથા કેવી રીતે વ્યવહાર કરવો? તેની સલાહ આપી શકે છે. તેથી પ્રેક્ટિકલ થઈને સાચી અને સરળ સલાહ આપી બંનેને નજીક લાવે તેવી સલાહ આપનાર વિશ્વાસપાત્ર વ્યક્તિ શોધવી જોઈએ.
  First published:

  Tags: Lifestyle, Relationship

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन