રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
વળી તે એરોમા થેરપીની પણ મદદ લે છે. જે સ્કિનને સોફ્ટ બને છે. આ માટે તે પોતાની સ્કિન પર અસેંશિયલ ઓઇલ્સનો ઉપયોગ કરે છે. વળી તે પોતાની ત્વચામાં ઓઇલ પ્રોડક્શન બેલેન્સ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખે છે. તે તેવા પ્રકારના એસેંશિયલ ઓઇલ જેનાથી તેની સીક્ન સુંદર રહે.
રેખા આજે 65 વર્ષની થઈ ગઈ છે, પરંતુ જાણે તેની સુંદરતા ઉપર ઉંમરની કંઈ અસર જ નથી થતી. તેની સુંદરતા આજે પણ કાયમ જ રહી છે. દરેકની ઈચ્છા હોય છે કે તેની પાસે પણ રેખા જેવી સુંદરતા હોય, જેથી વધતી ઉંમરનો પણ કોઈ પ્રભાવ ન પડે. બૉલીવુડની કોઈ પણ નવી ઍક્ટ્રેસને ટક્કર આપતા રેખાની સુંદરતાનું સિક્રેટ.. ત્યારે આવો જાણીએ રેખાના કેટલાક બ્યૂટી સિક્રેટ..
રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી
રેખાના બ્યૂટી સિક્રેટ્સ
ટાઈમ્સ નાઉમાં છપાયેલા રિપોર્ટ અનુસાર રેખાની સુંદરતાનું રહસ્ય તેના રસોડામાં સંતાયેલું છે. બાળપણથી જ રેખા નાહવા માટે ચણાના લોટનો ઉપયોગ કરે છે. તેમજ રેખા આજે પણ પોતાના ચહેરાના ક્લિંઝિંગ, ટૉનિંગ અને moisturising ને લઈને પણ ઘણી સ્ટ્રિક્ટ છે. રાત્રે સૂતી વખતે તે પહેલાં પોતાનો મેકઅપ ઉતારવો બિલકુલ નથી ભૂલતી.
ચમકતી ચામડી માટે કરે છે આ કામ:
રેખાની ચામડી એટલી ગ્લો કરે છે જાણે તેની ઉંમર સ્થિર થઈ ગઈ હોય. ચામડીને આ જ રીતે જાળવી રાખવા માટે તે ખૂબ પાણી પીવે છે. આ એ જ કારણ છે કે તે પોતાને હાઈડ્રેટ રાખી શકે છે અને ચામડીનો ભેજ જાળવી રાખે છે. જે રેખાની સુંદર અને યુવાન ચામડીનું રહસ્ય છે. પર્યાપ્ત પાણી પીવાથી શરીરમાંથી ટૉક્સિન અને ગંદકી નીકળી જાય છે.
આ રીતે રાખે છે વાળનું ધ્યાન
રેખા પોતાના લાંબા અને સુંદર વાળ માટે ઘણી મહેનત કરે છે. તે રોજ દહીં, ઈંડા અને મધથી બનાવેલો હેર પેક લગાવે છે. વાળમાં ચમક અને મજબૂતી માટે રેખા અઠવાડિયે નારિયેળ તેલથા મસાજ કરે છે. સૌથી ખાસ વાત તો એ છે કે વાળમાં હેર પ્રોડક્ટ અને હેર ડ્રાયરથી દૂર રહે છે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર