વજન ઓછું કરવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવે છે. અનેક વસ્તુઓને તેમની આહાર પ્રણાલીથી દૂર કરે છે. તમે વજન ઓછુ કરવા માટે કોબિજને તમારી આહારપ્રણાલીમાં ઉમેરી શકો છો.
નવી દિલ્હી : આજકાલ મોટાભાગના લોકો મેદસ્વીતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વજન ઓછું કરવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવે છે. અનેક વસ્તુઓને તેમની આહાર પ્રણાલીથી દૂર કરે છે. તમે વજન ઓછુ કરવા માટે કોબિજને તમારી આહારપ્રણાલીમાં ઉમેરી શકો છે. કોબિજમાં અનેક પ્રકારના પોષકતત્વો રહેલા છે, જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. કોબિજનો કેવી રીતે ઉપયોગ કરવો તે અહીં જણાવવામાં આવ્યું છે.
કોબિજમાં અનેક પ્રકારના પોષકત્વો રહેલા છે
કોબિજમાં વિટામીન કે, વિટામીન સી, વિટામીન ઈ, વિટામીન બી 6, ફોલેટ, પોટેશિયમ, કૈલ્શિયમ, મૈગ્નીશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, સોડિયમ, કોલિન, નિયાસીન, રાઈબોફ્લેવિન, થાયમિન અને મેંગેનીઝ જેવા અનેક પોષકતત્વો રહેલા છે. કોબિજ એન્ટી-ઓક્સીડેન્ટ તત્વોથી ભરપૂર છે.
કોબિજનો ઉપયોગ કેવી રીતે કરવો
વજન ઓછુ કરવા માટે કોબિજનું સૂપ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. કોબિજનું સેવન કરવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે અને વારંવાર ભૂખ લાગતી નથી.
સૂપ બનાવવા માટેની સામગ્રી
કોબિજ, બે મોટી ડુંગળી, બે-ત્રણ લીલા મરચા, એક મોટુ ટમેટુ, કોથમીર, સ્વાદ અનુસાર મીઠુ અને મરી. કોબિજને છીણીને ધોઈ લો. ડુંગળી, ટમેટુ, લીલા મરચા અને કોથમીરને એકદમ ઝીણી કાપી લો.
સૂપ બનાવવા માટેની રેસિપી
· એક કઢાઈમાં એક નાની ચમચી તેલ લો.
· તેલ ગરમ થયા બાદ તેમાં ડુંગળી સમારીને નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
· ત્યારબાદ કઢાઈમાં છીણેલી કોબિજ ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને 4-5 કપ પાણી નાખીને કઢાઈને ઢાંકી દો.
· 10 મિનિટ સુધી આ સૂપને બોઈલ થવા દો. ત્યારબાદ તેમાં ટમેટુ અને મરી ઉમેરીને 5 મિનિટ સુધી બોઈલ થવા દો.
· આ સૂપને ગાળીને તેમાં કોથમીર ઉમેરો અને તેનું સેવન કરો.
· જો તમને ટમેટા પસંદ નથી, તો ટમેટાને સ્કીપ કરી શકો છો, સૂપ બન્યા બાદ તેમાં લીંબુના ટીપા ઉમેરો.
(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી, તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર