રેલવેમાં નોકરીનું સપનું થશે સાકારઃ 10 પાસ છો તો મળશે સરકારી નોકરી

તમને જણાવી દઈએ કે, કુલ 853 પદ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે.

News18 Gujarati
Updated: January 6, 2019, 7:35 AM IST
રેલવેમાં નોકરીનું સપનું થશે સાકારઃ 10 પાસ છો તો મળશે સરકારી નોકરી
તમને જણાવી દઈએ કે, કુલ 853 પદ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે.
News18 Gujarati
Updated: January 6, 2019, 7:35 AM IST
Southern Railway Recruitment દક્ષિણ રેલવેમાં નોકરી માટે અરજી મંગાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, કુલ 853 પદ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે. આની માટે અંતિમ તારીખ 13 જાન્યુઆરી 2019 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી યોગ્યતા પ્રાપ્ત અંકો સંબંધી મેરિટ લીસ્ટ આધાર પર હશે.

શિક્ષણ યોગ્યતા


પ્રાસંગીક વ્યાપારમાં 10મું ધોરણ પાસ અને આઈટીઆઈ પાઠ્યક્રમ અથવા ભૌતિક, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન સાથે 12મું ધોરણ પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા

Loading...

ઉમેદવારની ઉંમર મર્યાદા ન્યૂનત્તમ 15 વર્ષ અને વધારેમાં વધારે 24 વર્ષ (ફ્રેશર માટે 22 વર્ષ) નક્કી કરવામાં આવી છે.

અરજી માટેની ફી

જનરલ અને ઓબીસી કેટેગરી માટે રૂ. 100
એસસી-એસટી-પીડબલ્યૂડી-મહિલા ઉમેદવાર માટે કોઈ શુલ્ક નથી.

કેવી રીતે ભરાય ફી

ઓનલાઈન માધ્યમથી ફી ભરી શકાય છે.

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13 જાન્યુઆરી 2019

નોકરીનું સ્થાન - ત્રિચી (તામિલનાડુ)

ઈચ્છુક ઉમેદવાર 13.11.2019 અથવા તેના પહેલા વેબસાઈટ www.rrcmas.inના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી યોગ્યતા પ્રાપ્ત અંક મુજબ મેરિટના આધારે તૈયાર કરવામાં આવશે.
First published: January 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...