Home /News /lifestyle /વસાણાં વીક: આ રીતે ગુંદર અને ખજૂર શેકીને ઘરે બનાવો 'ખજૂરના લાડુ', રોજ સવારમાં એક ખાવાથી શરીરના દુખાવામાંથી મળે છે રાહત

વસાણાં વીક: આ રીતે ગુંદર અને ખજૂર શેકીને ઘરે બનાવો 'ખજૂરના લાડુ', રોજ સવારમાં એક ખાવાથી શરીરના દુખાવામાંથી મળે છે રાહત

ખજૂર પાક બનાવવાની રીત

khajur pak recipe: દરેક લોકોએ ખજૂર પાક શિયાળામાં ખાઓ જોઇએ. ખજૂર પાક ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ખજૂર પાકમાં આ રીતે ગુંદર નાંખીને બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની ઠંડી શરૂ થઇ ગઇ છે ત્યાં ઘરમાં વસાણાં બનાવવા બહુ જરૂરી છે. અડદિયા પાક, ગુંદરના લાડુ, મેથી લાડુ આ બધા જ ટાઇપના વસાણાં ખાવાથી હેલ્થ સારી રહે છે અને કમરના દુખાવા જેવા શરીરમાં થતા બીજા દુખાવામાંથી રાહત મળે છે. આ માટે દરેક લોકોએ રોજ સવારમાં કોઇને કોઇ વસાણાં ખાવા જોઇએ. તો આજે અમે તમારી માટે હેલ્ધી ખજૂરના લાડુની રેસિપી લઇને આવ્યા છીએ. ખજૂરના લાડુ તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. સામાન્ય રીતે લોકો ગુંદર નાખ્યા વગર જ ખજૂર પાક તેમજ લાડુ બનાવતા હોય છે, પરંતુ શિયાળામાં ગુંદર નાંખીને ખજૂરના લાડુ બનાવવા જોઇએ. આ ખજૂરના લાડુ તમારા હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ખજૂરના લાડુ.

    સામગ્રી


    એક કિલો ખજૂર

    200 ગ્રામ કાજુ

    આ પણ વાંચો: આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઘરે બનાવો આદુ પાક

    200 ગ્રામ બદામ

    200 ગ્રામ પિસ્તા

    5 થી 6 ચમચી પિસ્તા

    અડધી ચમચી એલચી પાવડર

    7 થી 8 ચમચી ઘી

    100 ગ્રામ ગુંદર

    બનાવવાની રીત



    • ખજૂર લાડુ બનાવવા માટે સૌ પ્રથમ ખજૂરને બે પાણીથી ધોઇ લો અને એમાંથી ઠળીયા કાઢી લો.


    આ પણ વાંચો:  સૂંઠ-ગંઠોડાથી ભરપૂર 'મેથીના લાડુ' આ રીતે બનાવો ઘરે



      • ત્યારબાદ ચપ્પાની મદદથી કટકા કરી લો. તમે ખજૂરના કટકા મિક્સરમાં પીસી શકો છો અને ઝીણાં કટ કરીને પણ લઇ શકો છો.

      • એક કડાઇમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે એમાં ખજૂર નાંખો અને સાંતળી લો.

      • ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો અને એમાં ગુંદર શેકી લો. આ ગુંદરમાં ગઠ્ઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખો.

      • આ ગુંદરમાં હવે પીસેલી અથવા સમારેલી ખજૂર નાંખો.

      • આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો અને બે મિનિટ માટે થવા દો.

      • પછી આમાં ખસખસ, ઝીણાં સમારેલા કાજુ, પિસ્તા, બદામ અને ઇલાયચી પાવડર નાંખીને બરાબર મિક્સ કરી લો.

      • હવે તરત જ ગેસ બંઘ કરી દો.

      • હથેળી પર થોડુ ઘી લગાવો અને મિશ્રણ હાથમાં લઇને લાડુ વાળી લો.






    • તો તૈયાર છે ખજૂરના લાડુ.

    • આ લાડુ તમે રોજ સવારમાં એક ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes, Winter recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन