Home /News /lifestyle /આ રીતે ઘરે બનાવો Oil Free Samosa, કોલેસ્ટ્રોલ વધશે નહીં અને હેલ્થ સારી રહેશે
આ રીતે ઘરે બનાવો Oil Free Samosa, કોલેસ્ટ્રોલ વધશે નહીં અને હેલ્થ સારી રહેશે
ઓઇલ ફ્રી સમોસા બનાવવાની રીત
oil free samosa recipe: અનેક લોકો પોતાની હેલ્થનું ધ્યાન વધારે રાખતા હોવાથી ઓઇલ એટલે તળેલો ખોરાક ઓછો ખાતા હોય છે. એમાં પણ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો શિયાળામાં ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળક હોય કે મોટા હોય...દરેક લોકોને સમોસા ભાવતા હોય છે. સમોસાનું સાંભળતા જ અનેક લોકોના મોંમા પાણી આવી જાય છે, પરંતુ આજના આ સમયમાં અનેક લોકો હેલ્થનું ધ્યાન રાખતા હોય છે. આ માટે તળેલા સમોસા ખાવાનું અનેક લોકો એવોઇડ કરતા હોય છે. મોટાભાગના લોકો હવે તળેલો ખોરાક ખાવાનું ટાળતા હોય છે. આજના આ સમયમાં અનેક લોકોને કોલેસ્ટ્રોલ વધારે આવે છે જેના કારણે તળેલું ખાવાનું ડોક્ટર ના પાડતા હોય છે. આમ, જો તમને સમોસા બહુ ભાવે છે અને તમે તળેલા સમોસા ખાવા ઇચ્છતા નથી તો અમે તમારી માટે મસ્ત ઓઇલ ફ્રી સમોસાની રેસિપી લઇને આવ્યા છીએ. ઓઇલ ફ્રી સમોસા આ રીતે બનાવો ઘરે.