Home /News /lifestyle /વટાણામાંથી આ રીતે બનાવો બહાર જેવો ટેસ્ટી રગડો, અને પછી માણો સમોસા ચાટ ખાવાની મજા

વટાણામાંથી આ રીતે બનાવો બહાર જેવો ટેસ્ટી રગડો, અને પછી માણો સમોસા ચાટ ખાવાની મજા

સમોસા ચાટ બનાવવાની રીત

samosa chat recipe: શિયાળામાં સમોસા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. સમોસા ચાટ તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટી બને છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો સમોસા ચાટ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સમોસા ચાટનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. એમાં પણ ખાસ કરીને શિયાળામાં વટાણા આવે છે એનો રગડો બનાવીને ચાટ બનાવવામાં આવે તો ખાવાની બહુ જ મજા આવે છે. બ્રેકફાસ્ટ કે પછી સ્નેક્સમાં મટર સમોસા ચાટ બનાવીને ખાવામાં આવે તો ખાવાની બહુ જ મજા આવે છે. આ સમોસા ચાટ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તમે ઘરે સમોસા ચાટ બનાવીને ખાઓ છો તો બહાર કરતા પણ ટેસ્ટી બને છે અને ખાવાની મજા આવે છે. આ સમોસા ચાટ સ્વાદથી ભરપૂર હોય છે. શિયાળાની સિઝનમાં આ ચાટ ખાવાની બહુ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ફ્રેશ વટાણામાંથી સમોસા ચાટ.

    સામગ્રી


    4 કપ મેંદો

    6 થી 7 બટાકા

    4 થી 5 લીલા મરચા

    ઝીણી સમારેલી કોથમીર

    એક ચમચી લાલ મરચું

    આ પણ વાંચો: જામફળમાંથી બનાવો આ 5 ટેસ્ટી વાનગીઓ

    અડધી ચમચી જીરું પાવડર

    એક ચમચી ધાણાજીરું

    અડધી ચમચી અજમો

    એક કપ વટાણા

    અડધી ચમચી ચાટ મસાલો

    અડધી ચમચી ખાંડ

    એક ચમચી લીંબુનો પસ

    1/3 ખાવાનો સોડા

    તળવા માટે તેલ

    અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી

    ઝીણી સેવ

    સ્વાદાનુંસાર મીઠું

    સમોસા ચાટ બનાવવાની રીત





      • વટાણામાંથી સમોસા ચાટ બનાવવા માટે સૌથી પહેલા વટાણાને 5 થી 6 કલાક માટે પલાળી રાખો.

      • હવે એક વાસણમાં મેંદો લો.

      • ત્યારબાદ મેંદામાં દેસી ઘી, અજમો અને થોડુ મીઠું નાંખીને બરાબર મિક્સ કરો.

      • થોડુ-થોડુ પાણી નાંખતા જાવો અને લોટ બાંધી લો. આ લોટ તમારે બહુ ઢીલો બાંધવાનો નથી.

      • આ લોટ પર ભીનું કપડુ બાંધીને અડધો કલાક માટે રહેવા દો.

      • હવે બટાકા બાફી લો.

      • બટાકા બફાઇ જાય એટલે છાલ કાઢીને એક બાઉલમાં લઇ લો.

      • આ બટાકાને મેશ કરી લો.

      • બટાકા મેશ થઇ જાય એટલે એમાં લીલા મરચા, લસણ, હળદર, કોથમીર, મીઠું નાંખીને મિક્સ કરી લો.

      • એક કડાઇમાં તેલ મુકો અને એમાં બટાકાનું મિશ્રણ નાંખીને ફ્રાય કરી લો.

      • કુકરમાં વટાણા બાફી લો. વટાણા બાફતી વખતે એમાં સોડા અને મીઠું નાંખો.

      • એક પેનમાં તેલ લઇને એમાં ડુંગળી ફ્રાય કરો અને એમાં બધો ઉપડતો મસાલો કરીને વટાણાનો રગડો બનાવી લો.

      • ત્યારબાદ લોટમાં ગુલ્લા બનાવો અને એમાંથી નાની-નાની રોટલી બનાવો.

      • પછી અડધા ભાગને ત્રિકોણ શેપ આપો અને એમાં બટાકાનો માવો ભરો.

      • પાણી લગાવીને કિનારી બંધ કરી દો.






    • કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં સમોસા નાંખો અને ફ્રાય કરી લો.

    • સમોસા તળાઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.

    • આ સમોસા પર વટાણાનો રગડો નાંખો અને પછી એની ઉપર ચટણી નાંખો.

    • ત્યારબાદ કોથમીર અને ઝીણી સેવ નાંખો.

    • તો તૈયાર છે સમોસા ચાટ.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन
    विज्ञापन