Recipes: ઉત્તરાયણમાં બનાવો પોચી અને કડક અવનવી 'ચિક્કી'

Recipes: ઉત્તરાયણમાં બનાવો પોચી અને કડક અવનવી 'ચિક્કી'
પ્રતિકાત્મક તસવીર

ઉત્તરાયણ હવે આવવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે બધાના ઘરમાં ચિક્કી બનાવવાની તૈયારીઓ થતી હશે.

  • Share this:
    લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ઉત્તરાયણ (Uttarayan) હવે આવવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે બધાના ઘરમાં ચિક્કી (chikki) બનાવવાની તૈયારીઓ થતી હશે. ઘણા એવા પણ હોય કે જેમને ચિક્કી તો બનાવવી હોય પરંતુ સારી બનતી ન હોય. જો તેવુ તમારી સાથે થતું હોય તો તમે આ રીતે ચિક્કી બનાવવાનો ટ્રાય કરો. (Recipes)

    સીંગ ગોળની ચીકીસામગ્રી


    250 ગ્રામ સીંગદાણા
    250 ગ્રામ ગોળ
    2 મોટી ચમચી ઘી
    5 થી 6 નંગ ઈલાયચીનો પાવડર

    રીત
    -સૌપ્રથમ સીંગદાણાને શેકીને અધકચરા વાટી લો.
    -હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો.
    -ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો.
    -ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખીને -સારી રીતે મિક્ષ કરી લો.
    -ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને નીચે ઉતારી લો.
    -હવે એક થાળીની પાછળ તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો.
    -મોટી પાતળી રોટલી વણો.
    -આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી.
    -ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી.

     

    કાળા તલ અને ખજૂરની ચીકી સામગ્રી

    500 ગ્રામ કાળા તલ
    250 ગ્રામ કાળી ખજૂર
    10 ગ્રામ રાજગરો
    250 ગ્રામ ચીકી ગોળ
    3 ચમચા શુદ્ધ ઘી

    રીત
    -સૌપ્રથમ તલ, ખજૂર અને રાજગરાને બરાબર સાફ કરી લો.
    -ખજૂરના ઝીણા ટુકડા કરી લેવા.
    -એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો.
    -ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરીને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો.
    -ત્યાર બાદ તેમાં કાળા તલ અને ખજૂરને બરાબર મિક્ષ કરી લેવું.
    -ગેસ પરથી ઉતારી લો.
    -થાળીની પાછળના ભાગે તેલ ચોપડી પાથરી લેવું.
    -વેલણથી બરાબર વણતા પહેલાં રાજગરો ઉપર રહે તેમ ભભરાવી દો.
    -બરાબર વણી લો. બસ, કાળા તલ તથા ખજૂરની પૌષ્ટિક ચીકી તૈયાર છે.

    તલની ચીકી 
    સામગ્રી

    2 વાટકી શેકેલા તલ
    1 વાડકી પાણી
    1 વાડકી ગોળ

    રીત

    -સૌપ્રથમ પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકાળવા મૂકો.
    -આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખવા ----ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
    -આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું.
    -ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા.
    -આ ગોળાને પાતળા વણવા. આ વણતા-વણતા જ ઠંડા પડી જશે. ત્યારબાદ --તેના પીઝા કટરથી કટકા કરવા.
    First published:January 11, 2020, 23:12 pm