Home /News /lifestyle /થાબડીને કે ટીપીને રોટલો બનાવતા નથી આવડતો? તો આ રીતે વેલણથી વણીને બાજરીનો રોટલો બનાવો, મસ્ત ફુલશે

થાબડીને કે ટીપીને રોટલો બનાવતા નથી આવડતો? તો આ રીતે વેલણથી વણીને બાજરીનો રોટલો બનાવો, મસ્ત ફુલશે

રોટલો બનાવવાની રીત

bajri na rotla recipe: કાઠિયાવાડી ખાવાનું દરેક લોકોને ગમતું હોય છે. હવે તો કાઠિયાવાડી હોટલ પણ દિવસેને દિવસે વધી રહી છે. કાઠિયાવાડીમાં ખાસ કરીને બાજરીના રોટલાનું બહુ મહત્વ હોય છે. બાજરીનો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોને કાઠિયાવાડી ખાવાનું ગમતુ હોય છે. એમાં પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં કાઠિયાવાડી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. કાઠિયાવાડી જમવામાં બાજરીનો રોટલો દરેક લોકોનો ફેમસ હોય છે. શિયાળામાં બાજરી ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પરંતુ રોટલાની વાત આવે તો આજના આ સમયમાં અનેક લોકોને હાથથી તેમજ પાટલી પર રોટલા બનાવતા આવડતા હોતા નથી. તો આજે અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને વેલણથી વણીને રોટલો બનાવતા શિખવાડીશું. આ રોટલો તમે ખૂબ સરળતાથી વેલણથી વણી શકશો. તો નોંધી લો આ રીત તમે પણ..

  સામગ્રી


  250 ગ્રામ બાજરીનો લોટ

  પાણી

  આ પણ વાંચો: સૂંઠ-ગંઠોડાથી ભરપૂર 'મેથીના લાડુ' આ રીતે બનાવો ઘરે

  મીઠું

  બનાવવાની રીત  • બાજરીનો રોટલો બનાવવાની શરૂઆત કરો ત્યારે ખાસ કરીને લોટ જરૂર પૂરતો લેવાનો છે અને રોટલો વણવાનો છે. રોટલી જેમ એક સાથે વધારે લોટ બાંધવાનો નથી.

  • જરૂર મુજબ એક રોટલાનો લોટ થાળમાં લો અને એમાં મીઠું નાખો.

  • ત્યારબાદ પાણીથી લોટ બાંધી લો. લોટ તમારે બહુ ઢીલો કરવાનો નથી.

  • આ લોટને બરાબર મસળી લો.


  આ પણ વાંચો: લારી પર મળે એવું 'વેજ મન્ચુરિયન' આ રીતે ઘરે બનાવો   • લોટ મસળાઇ જાય પછી એમાંથી એક લુવો બનાવો.

   • ત્યારબાદ આ લુવાને પાટલી પર મુકો અને એમાં બાજરીના લોટનું થોડુ અટામણ લો. અટામણ વધારે લેવાનું નથી.

   • હવે આ લુઆ પર હળવા હાથે વેલણ ફેરવતા જાવો. આમ કરવાથી રોટલો બની જશે. આ રોટલો તમારે પાતળો કરવાનો નથી.

   • લુઆને તમે પ્લાસ્ટિક પેપર મુકીને પણ વેલણની મદદથી રોટલો વણી શકો છો.

   • તમે હળવા હાથે આ રીતે રોટલો વણશો તો તિરાડ નહીં પડે અને ફાટવાની ચિંતા પણ રહેશે નહીં.

   • તો તૈયાર છે વણેલો રોટલો.

   • આ રોટલાને તવી પર મુકો એ પહેલાં તવીને બરાબર ગરમ થવા દો

   • તવી ગરમ થઇ જાય એટલે રોટલો પાથરો અને ગેસની ફ્લેમ મિડિયમ કરી દો.

   • હવે એક બાજુ રોટલો કાચો-પાકો થાય એટલે બીજી બાજુ ફેરવો.


  • બીજી બાજુ રોટલાને બરાબર થવા દેવાનો છે.

  • હવે રોટલો પલટી દો અને થવા દો. આમ કરવાથી રોટલો મસ્ત ફુલશે અને ખાવાની પણ મજા આવશે.

  • આ અસલ કાઠિયાવાડી રીત છે. જો તમે આ રીતે વેલણથી રોટલો બનાવીને શેકશો તો મસ્ત એકદમ ગોળ રોટલો થશે.

  Published by:Niyati Modi
  First published:

  Tags: Life style, Recipes, Winter recipe

  विज्ञापन
  विज्ञापन