Home /News /lifestyle /વસાણાં વીક: શિયાળામાં પલાળેલી બદામ નહીં, પણ બદામ પાક ખાઓ, આ રીતે ઘરે બનાવો
વસાણાં વીક: શિયાળામાં પલાળેલી બદામ નહીં, પણ બદામ પાક ખાઓ, આ રીતે ઘરે બનાવો
બદામ પાક ઘરે બનાવવાની રીત
Badam pak recipe: શિયાળામાં મોટાભાગનાં લોકો ઘરે વસાણાં બનાવતા હોય છે. ઠંડીની સિઝનમાં ગરમ તાસીર હોય એ વાનગીઓ ખાવી બહુ જરૂરી છે. આ વાનગીઓ ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે અમે તમારી માટે વસાણાં વીકમાં બદામ પાકની રેસિપી લઇને આવ્યા છીએ. ઘણાં લોકોના ઘરે આદુ પાક, અડદિયા પાક જેવા વસાણાં ખાતા હોતા નથી. જો તમારા ઘરે પણ આ પ્રશ્ન છે તો તમે બદામ પાક બનાવો. બદામ પાક નાના બાળકોથી લઇને મોટા એમ દરેક લોકો ખાય છે. ઘરે તમે આ રીતે બદામ પાક બનાવો છો તો બહુ જ હેલ્ધી બને છે અને ખાવાની મજા આવે છે. આ બદામ પાક તમે શિયાળામાં બાળકોને ખવડાવો છો તો સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદા થાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો બદામ પાક.
જો તમે ઇચ્છો તો આ બદામ પાકમાં સૂંઠ અને ગંઠાડોનો પાવડર નાંખી શકો છો.
બનાવવાની રીત
બદામ પાક બનાવવા માટે સૌ પ્રથમ તમારે બદામને પલાળવાની રહેશે. બદામ પલાળવા માટે તમે એક તપેલીમાં હુંફાળા પાણી કરો અને એમાં બદામ નાંખીને 3 કલાક માટે પલાળી રાખો. આમ કરવાથી બદામ સોફ્ટ થાય છે અને ફોતરા સરળતાથી નિકળી જાય છે.
આ પ્રોસેસ થઇ જાય પછી બદામને કાણાંવાળા વાસણમાં લઇ લો જેથી કરીને પાણી નિતરી જાય અને બદામ કોરી પડી જાય.
આ બદામને કપડાથી કોરી કરી લો.
બદામની પ્રોસેસ થઇ જાય પછી એક વાટકીમાં થોડુ દૂધ લો અને એમાં કેસર નાંખો. કેસર નાખ્યા પછી દૂધને એક મિનિટ માટે ગરમ કરી લો જેથી કરીને કલર સારો આવે અને કેસર બરાબર ઓગળી જાય. તમે બ્લેન્ડરની મદદથી ક્રશ પણ કરી શકો છો.
કોરી કરેલી બદામ લો અને એને મિક્સર જારમાં પીસી લો. ધ્યાન રહે કે બદામની પેસ્ટ બનાવવાની છે.
હવે ચાસણીની તૈયારી કરો. ચાસણી બનાવવા માટે એક પેન લો અને એમાં પાણી અને ખાંડ લો. હવે આને મિડીયમ ફ્લેમ પર ગરમ કરો અને એક તારની ચાસણી બનાવી લો.
એક તારની ચાસણી બની જાય પછી એમાં બદામની પેસ્ટ અને કેસરનું દૂધ એડ કરો અને એક મિનિટ માટે થવા દો.
પછી એલચી પાવડર, સૂંઠનો પાવડર અને ગંઠોડાનો પાવડર મિક્સ કરીને મિશ્રણને બરાબર હલાવી દો.
હવે એક પ્લેટ લો અને એને ઘીથી ગ્રીસ કરી લો.
પછી બદામ પાકનું મિશ્રણ નાંખો અને કટકા કરી લો.
તો તૈયાર છે બદામ પાક.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર