Home /News /lifestyle /ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવે છે 'આદુ પાક', સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે

ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવે છે 'આદુ પાક', સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે

શિયાળામાં આદુ પાક બનાવવાની રીત

Aadu pak recipe: શિયાળામાં દરેક લોકોના ઘરોમાં વસાણાં બનતા હોય છે. ઠંડીની સિઝનમાં વસાણાં ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. વસાણાં શિયાળામાં ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની ઠંડીની શરૂઆત થઇ જતા અમે તમારી માટે વસાણાં વીક લઇને આવ્યા છીએ. આ વસાણાં વીકમાં તમે રોજ અલગ-અલગ પ્રકારના વસાણાં શીખો અને ઘરે બનાવો. આજે અમે તમારી માટે આદુ પાકની રેસિપી લઇને આવ્યા છીએ. આદુ પાકનો કટકો તમે શિયાળામાં રોજ સવારે એક ખાઓ છો તો સાંધાના દુખાવાથી લઇને શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. આદુની તિખાશ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. આદુની તાસીર ગરમ હોય છે જે શિયાળાની ઠંડીમાં ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો જાણો ઘરે કેવી રીતે આદુ પાક બનાવશો.

    સામગ્રી


    500 ગ્રામ ગોળ

    450 ગ્રામ આદુ

    આ પણ વાંચો: સૂંઠ-ગંઠોડાથી ભરપૂર 'મેથીના લાડુ' આ રીતે બનાવો ઘરે

    400 ગ્રામ ઘી

    કાજુ

    બદામ

    પિસ્તા

    150 ગ્રામ ગુંદ

    બે ચમચી ગંઠોડાનો પાવડર

    ત્રણ ચમચી સૂંઠ પાવડર

    એક ચમચી જાયફળ પાવડર

    બનાવવાની રીત



    • આદુ પાક બનાવવા માટે સૌ પ્રથમ આદુને બે પાણીથી બરાબર ધોઇ લો. ઘણી વાર આદુમાં માટી હોય છે જે તમે બરાબર ધોતા નથી તો આદુ પાકમાં માટી આવે છે. આ માટે આદુને બરાબર ધોઇ લો.

    • ત્યારબાદ બધા જ આદુમાંથી છાલ કાઢી લો.

    • હવે આદુના નાના-નાના ટુકડા કરી લો.


    આ પણ વાંચો: પોષક તત્વોથી ભરપૂર 'અડદિયા પાક' આ રીતે બનાવો ઘરે



      • હવે મિક્સર જારમાં આદુના કટકા નાંખો અને ક્રશ કરી લો. આ આદુની તમારે પેસ્ટ બનાવવાની નથી. આદુને તમારે અધકચરુ પીસી લેવાનું છે. આદુની તમે છીણ પણ કરી શકો છો.

      • ગેસ પર કડાઇમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે એમાં ગુંદર નાંખો અને શેકી લો.

      • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી બીજી એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે એમાં આદુ નાંખો અને સાંતળી લો.

      • આદુ જેમ શેકાશે એમ એમાંથી મસ્ત સ્મેલ આવવા લાગશે.

      • આ આદુમાં ગોળ નાંખો અને મેલ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

      • પછી એમાં ગુંદર નાંખીને બરાબર મિક્સ કરી લો.

      • હવે આમાં સૂંઠ, ગંઠોડા અને જાયફળનો પાવડર નાંખો.

      • પછી કાજુ, બદામ અને પિસ્તા એડ કરો.






    • આ બધુ જ મિશ્રણ 5 મિનિટ સુધી થવા દો અને પછી ગેસ બંધ કરી દો.

    • એક પ્લેટ લો અને એમાં ઘી લગાવી દો.

    • ત્યારબાદ ઉપર આ મિશ્રણ ઠારી દો અને ચપ્પાની મદદથી કાપા પાડી લો.

    • તો તૈયાર છે આદુ પાક.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes, Winter recipe

    विज्ञापन
    विज्ञापन