Home /News /lifestyle /તીખી તમતમતી 'લસણની કઢી' આ રીતે બનાવો ઘરે, એક વાટકી પીવાથી શરદી-ખાંસીમાં મળે છે રાહત

તીખી તમતમતી 'લસણની કઢી' આ રીતે બનાવો ઘરે, એક વાટકી પીવાથી શરદી-ખાંસીમાં મળે છે રાહત

લસણની કઢી ઘરે બનાવો

lehsun kadi recipe: શિયાળાની સિઝનમાં લસણ, ડુંગળી અને મરચાથી ભરપૂર વાનગીઓ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આ સિઝન એક એવી છે જેમાં તમને રસોઇ બનાવવાની અને ખાવાની મજા બહુ જ આવે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળામાં વાનગીઓ બનાવવાની અને ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. શિયાળામાં શાકભાજી પણ એકદમ ફ્રેશ મળે છે. આ શાકભાજીનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો શિયાળામાં લસણ, ડુંગળી તેમજ આમાંથી બનતી વાનગીઓ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. એવામાં જો વાત કરીએ તો ઘરમાં કોઇ પણ મહેમાન આવે તો મહિલાઓ શું બનાવવું એ વિશે અનેક ઘણો વિચાર કરતી હોય છે. એવામાં જો તમે લસણની કઢી અને રોટલા બનાવો છો તો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. તો તમે પણ શિયાળામાં ઘરે બનાવો ટેસ્ટી લસણની કઢી.

    સામગ્રી


    2 કપ દહીં

    5 ચમચી બેસન

    આ પણ વાંચો: આ રાયતુ ખાવાથી સડસડાટ ઉતરી જાય છે વધેલું વજન

    એક ચમચી જીરું

    ¼ કપ મેથી દાણા

    2 થી 3 લવિંગ

    1 થી 2 તજ

    2 લીલા મરચા

    એક નાનો ટુકડો આદુ

    ¼ ખાંડ

    ચપટી હિંગ

    એક ચમચી દેસી ઘી

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ચાઇનીઝ નુડલ્સ બોલ્સ

    ઝીણી સમારેલી કોથમીર

    બનાવવાની રીત





      • લસણની કઢી બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર બાઉલમાં લસણ, લીલા મરચા, આદુ અને કોથમીરને ક્રશ કરી લો.

      • એક વાસણમાં દહીં લો અને એમાં બેસન મિક્સ કરીને બ્લેન્ડર ફેરવી લો.

      • આ બન્ને વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.

      • આ પેસ્ટમાં હવે લસણ, આદુ, લીલા મરચા, કોથમીરની પેસ્ટ એડ કરો.

      • પછી આ પેસ્ટમાં બેસનનું મિશ્રણ નાંખો અને ઉકળવા દો. આ મિશ્રણ તમારે ધીમા ગેસે ઉકાળવાનું રહેશે.

      • એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે એમાં લવિંગ, તજ, હિંગ, મીઠા લીમડાના પાન અને લસણ નાંખીને થવા દો.

      • પછી આમાં મીઠું અને ખાંડ મિક્સ કરો. આ કઢીમાં તમને ગળપણ ભાવતું નથી તો તમે એવોઇડ કરી શકો છો.

      • આ બધી જ વસ્તુઓને મિશ્રણમાં નાંખીને 3 થી 4 મિનિટ માટે થવા દો.

      • તો તૈયાર છે લસણની કઢી.






    • આ લસણની કઢી તમે રોટલી કે ભાત સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.

    • લસણની આ કઢી તમે મહેમાનોંને થાળીમાં પીરસો છો તો મહેંમાન તમારા વખાણ કરવા લાગશે.

    • લસણની આ કઢી તમે અઠવાડિયામાં એક વાર પીઓ છો તો શરદી-ખાંસીમાંથી રાહત મળે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन
    विज्ञापन