Home /News /lifestyle /આજે જ ઘરે બનાવો 'ભરેલો રોટલો', લીલું લસણ અને લીલી ડુંગળીનો ખાસ ઉપયોગ કરો

આજે જ ઘરે બનાવો 'ભરેલો રોટલો', લીલું લસણ અને લીલી ડુંગળીનો ખાસ ઉપયોગ કરો

ભરેલો રોટલો બનાવવાની રીત

Bhrelo rotlo recipe: કાઠિયવાડી ભરેલો રોટલો શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. આ રોટલો તમે એક વાર ઘરે બનાવીને ખાશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ રોટલો અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમે ક્યારે પણ ઘરે બનાવ્યો છે ભરેલો રોટલો?  કાઠિયાવાડી ભરેલો રોટલો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ભરેલો રોટલો શિયાળમાં દરેક લોકોએ ખાવો જોઇએ. આ રોટલો તમે ખૂબ જ સરળતાથી ઘરે ચટાકેદાર બનાવી શકો છો. આ રોટલો તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ રોટલો ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી બને છે. આ ભરેલો રોટલો બાળકોને પણ શિયાળામાં ખવડાવવો જોઇએ. અનેક પોષક તત્વોથી ભરપૂર આ ભરેલો રોટલો તમે પણ એક વાર ઘરે બનાવો અને આની મજા માણો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ભરેલો રોટલો.

    સામગ્રી


    બે કપ બાજરીનો લોટ

    એક કપ ઝીણી સમારેલી ડુંગળી

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ડાર્ક ચોકલેટ કોફી

    અડધો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી

    ત્રણ ચમચી ઝીણું સમારેલું લીલું લસણ

    3 થી 4 ઝીણાં સમારેલાં લીલા મરચા

    અડધી ચમચી હળદર

    સ્વાદાનુંસાર મીઠું

    ચપટી હિંગ

    ઘી

    વઘાર માટે તેલ

    બનાવવાની રીત



    • ભરેલો રોટલો બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવેલી વસ્તુઓને ધોઇને ઝીણી સમારી લો.


    આ પણ વાંચો: આ રીતે ગુંદર અને ખજૂર શેકીને ઘરે બનાવો 'ખજૂરના લાડુ'



      • ત્યારબાદ એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને હિંગ નાંખો.

      • પછી લીલું લસણ, લીલી ડુંગળી નાંખીને સાંતળી લો.

      • મેથીની ભાજી ઉમેરો અને બે મિનિટ માટે થવા દો.

      • પછી ઝીણાં સમારેલા લીલા મરચા નાંખો અને બે મિનિટ માટે થવા દો.

      • હવે મીઠું અને હળદરનો મસાલો કરો.

      • આ બધી જ વસ્તુઓ પ્રોપર રીતે થોડી થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.

      • હવે બાજરીનો લોટ લો અને એને ચાળી લો.

      • થોડુ-થોડુ પાણી ઉમેરતા જાવો અને લોટ બાંધતા જાવો.

      • ત્યારબાદ લોટનો મોટો લુઓ બનાવો અને એને વાટકી જેવો કરીને એમાં સ્ટફિંગ ભરી દો અને પછી ચારેબાજુથી આલુ પરાઠાની જેમ બંધ કરી દો.

      • હાથેથી રોટલાને થેપી લો. જો તમને હાથેથી ફાવતુ નથી તો તમે થોડુ અટામણ લઇને વેલણથી હળવા હાથે વણી લો.

      • હવે તવી ગરમ કરવા માટે મુકો.






    • તવી ગરમ થઇ જાય એટલે રોટલો હળવા હાથે મુકો અને મધ્યમ તાપે થવા દો.

    • ત્યારબાદ રોટલાને બીજી બાજુ ફેરવી લો.

    • બીજી બાજુ રોટલો બરાબર થઇ જાય એટલે પાછો ફેરવીને થવા દો.

    • તો તૈયાર છે ભરેલો રોટલો.

    • હવે રોટલા પર ઘી લગાવો અને ખાવાની મજા માણો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes, Winter recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन