Recipes: મેગીની જેમ કાચી કેરીનું 5 મિનિટમાં બનાવો ઈન્સ્ટન્ટ અથાણું

News18 Gujarati
Updated: February 26, 2020, 11:26 PM IST
Recipes: મેગીની જેમ કાચી કેરીનું 5 મિનિટમાં બનાવો ઈન્સ્ટન્ટ અથાણું
પ્રતિકાત્મક તસવીર

ઉનાળામાં લોકો કેરીના અલગ અલગ અથાણાં પણ બનાવતા હોય છે. જોકે, આવા અથાણા બનાવવા માટે લાંબો સમય લાગે છે. પરંતુ અમે અહીં કાચી કેરીનું અથાણું બનાવાની એકદમળ અને ઝડપી રીત બતાવી છે.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ઉનાળો શરૂ થવાની તૈયારીમાં છે અને ઉનાળામાં સૌથી વધારે લોકોને કેરી ખાવાનું વધારે પસંદ હોય છે. કેરી માટે લોકો ઉનાળાની અધિરાઈથી રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે લોકો કેરીના (mango pickle) અલગ અલગ અથાણાં પણ બનાવતા હોય છે. જોકે, આવા અથાણા બનાવવા માટે લાંબો સમય લાગે છે. પરંતુ અમે અહીં કાચી કેરીનું અથાણું બનાવાની એકદમળ અને ઝડપી રીત બતાવી છે. જેનાથી તમે મેગીની જેમ ઈન્સ્ટન્ટ અથાણું બનાવી શકશો. (Recipes)

કાચી કેરીનું 5 મિનિટમાં ઈન્સટન્ટ બનતું અથાણું

સામગ્રી

૨ કપ કાચી કેરી
૨ ટે.સ્પૂન શેકલી વરિયાળી
૨ ટે.સ્પૂન લાલ મરચું૧ ટે.સ્પૂન મીઠું
૧ ટી.સ્પૂન હળદર
૧/૨ ટી.સ્પૂન હીંગ
૨ ટે.સ્પૂન શેકેલું જીરું
૩ ટે.સ્પૂન રાઇનું તેલ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ કાટી કેરીને ધોઈ તેને લાંબી ચીરીઓમાં કાપી લો.

  • પછી એક બાઉલમાં કેરીની ચીરીઓ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧ કલાક માટે મૂકી રાખો.

  • પછી તેમાંથી પાણી નીચવી કેરીને નીતારીને છૂટેલું પાણી ફેંકી દો.

  • હવે એક બાઉલમાં કેરીની ચીરીઓ, હીંગ, હળદર, વરિયાળી, જીરું, લાલ મરચાંનો પાવડર અને રાઇનું તેલ મેળવી સારી રીતે ઉછાળીને મિક્સ કરી લો.

  • તાજું જ પીરસી શકાય અથવા રેફ્રીજરેટરમાં મૂકી 7 દિવસની અંદર વપરાશમાં લઈ શકો.

First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर