Home /News /lifestyle /કમરમાં બહુ થાય છે દુખાવો? સહન કરીને હવે કંટાળી ગયા છો? તો ખાઓ આ લાડુ, રાહત થઇ જશે

કમરમાં બહુ થાય છે દુખાવો? સહન કરીને હવે કંટાળી ગયા છો? તો ખાઓ આ લાડુ, રાહત થઇ જશે

ગુંદરના લાડુની રેસિપી

Gundar ladoo recipe: ગુંદરના લાડુ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ ગુંદરનો લાડુ તમે રોજ સવારમાં એક ખાઓ છો તો કમરનો દુખાવો ગાયબ થઇ જાય છે અને સાથે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝન શરૂ થઇ છે. આ ઠંડીની સિઝનમાં શરદી-ખાંસી અને તાવથી બચવા માટે હેલ્થનું અનેક ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. આ સાથે જ તમને કમરમાં બહુ દુખાવો થાય છે તો આ ગુંદરના લાડુ તમારા માટે સૌથી બેસ્ટ છે. જો તમે હેલ્થનું ધ્યાન પ્રોપર રીતે રાખતા નથી તો શિયાળામાં તમે જલદી બીમાર પડી જાવો છો. શિયાળામાં ખાવા-પીવાની બાબત પર અનેક ઘણું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ગુંદરના આ લાડુ ખાવાથી ઇમ્યુનિટી  સ્ટ્રોંગ થાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ગુંદરના લાડુ. આ ગુંદરના લાડુ તમે નાના બાળકોને પણ ખવડાવી શકો છો.

    સામગ્રી


    200 ગ્રામ ગુંદર

    500 ગ્રામ ઘી

    400 ગ્રામ ગોળ

    આ પણ વાંચો: આખો દિવસ એનર્જેટિક રહેવા પીઓ આ મિલ્ક શેક

    200 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ

    ખસખસ

    ગંઠોડા પાવડર

    સુંઠનો પાવડર

    બદામના ટુકડા

    કાજુના ટુકડા

    ઇલાયચી પાવડર

    મગજતરીના બી

    દ્રાક્ષ

    બનાવવાની રીત



    • ગુંદરના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ઉપર જણાવ્યા માપ મુજબ ઘી નાંખો અને એમાં ગુંદર એડ કરો.ટ


    આ પણ વાંચો: અમદાવાદની આ જગ્યાએ નાસ્તા ખાવા થાય છે પડાપડી



      • આ ગુંદરને તમારે સારી રીતે ધીમા ગેસે તળી લેવાનો છે.

      • હવે આ ગુંદરને એક પ્લેટમાં લઇ લો.

      • તળેલો ગુંદર ફટાફટ ક્રશ થઇ જશે. આ ગુંદર તમે મિક્સરમાં તેમજ ખોયણી પારામાં ક્રશ કરી શકો છો.

      • આ પ્રોસેસ થઇ જાય પછી એક પેનમાં ફરી ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે કાજુ, બદામ, દ્રાક્ષ, મગજતરીના બી, ખસખસ ફ્રાય કરી લો.

      • હવે આ ડ્રાય ફ્રૂટ્સમાં ગુંદરને મિક્સ કરી દો.

      • એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે એમાં ઘઉંનો લોટ શેકી લો.

      • આ ઘઉંનો લોટમાં ગંઠોડા અને સુંઠનો પાવડર નાંખીને હલાવી દો.

      • ધ્યાન રહે કે આ બધી જ વસ્તુ તમારે ધીમા ગેસે કરવાની રહેશે. જો તમે ફાસ્ટ ગેસે કરો છો તો આ બધી વસ્તુ દાઝી જશે અને સ્મેલ આવશે.

      • ઘઉંના લોટમાં છેલ્લે હવે ઇલાયચીનો પાવડર નાંખીને બરાબર મિક્સ કરી લો.

      • એલચીનો પાવડર નાંખ્યા પછી સ્મેલ મસ્ત આવશે.

      • છેલ્લે આમાં ગોળ નાંખો અને મિક્સ કરી દો. આ ગોળને તમારે સારી રીતે મેલ્ટ કરવાનો રહેશે.

      • હવે છેલ્લે આમાં ગુંદર અને ડ્રાય ફ્રૂટ્સ નાંખો અને ગેસ બંધ કરી દો.

      • તો તૈયાર છે ગુંદરના લાડુનું મિશ્રણ.






    • હવે આ મિશ્રણમાંથી લાડુ વાળી દો.

    • તો તૈયાર છે ગુંદરના લાડુ.

    • આ લાડુ તમે રોજ સવારમાં એક ખાઓ છો તો કમરનો દુખાવો દૂર થઇ જાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes, Winter recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन