Home /News /lifestyle /હલવા કરતા બહુ ઓછી મહેનતે બને છે 'ગાજરની ખીર', નોંધી લો આ સિક્રેટ રીત

હલવા કરતા બહુ ઓછી મહેનતે બને છે 'ગાજરની ખીર', નોંધી લો આ સિક્રેટ રીત

ગાજરની ખીર બનાવવાની રીત

gajar kheer recipe: શિયાળામાં લાલ અને તાજા ગાજર આવે છે. આ ગાજરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો, એમાંથી એક ખાસ વાનગી છે ગાજરની ખીર. ગાજરની ખીર ખાવાની બહુ જ મજા આવે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગાજરની ખીર દરેક લોકોને ભાવતી હોય છે. ગાજરની ખીર શિયાળાની ઠંડીમાં પીવાની બહુ જ મજા આવે છે. ઠંડીની સિઝનમાં ગાજર પણ બજારમાં મસ્ત મળે છે. ગાજર અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્વીટ ડિશમાં તમે ગાજરમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. સામાન્ય રીતે ગાજરમાંથી હલવો, ખીર, અથાણું જેવી અનેક રેસિપી તૈયાર કરવામાં આવે છે. શિયાળામાં તમે ફ્રેશ ગાજરમાંથી આ રીતે ખીર બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. આ ખીર હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. ગાજર અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ગાજરની ખીર.

    સામગ્રી


    250 ગ્રામ ગાજર

    એક લીટર દૂધ

    8 થી 10 બદામ

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો 'પનીર બટર મસાલા'

    2 નંગ ઇલાયચી

    એક કપ ખાંડ

    કેસર

    બનાવવાની રીત



    • ગાજરની ખીર બનાવવા માટે સૌ પ્રથમ ગાજરને ધોઇ લો.

    • આ ગાજરને કોરા કપડાથી લૂછી લો.

    • હવે ગાજરને ઉપર-ઉપરથી છોલી લો.


    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો આદુ-લસણની ચટણી



      • ત્યારબાદ આ ગાજરને છીણીની મદદથી પાતળી છીણ કરી લો.

      • હવે બદામ-કાજુના નાના-નાના ટુકડા કરી લો.

      • એક મોટુ વાસણ લો અને એમાં દૂધ ઉકાળવા માટે મુકો.

      • દૂધ થોડુ ઉકળીને ઘટ્ટ થાય એટલે એમાં ગાજરની છીણ નાંખો.

      • હવે એક નાની વાટકીમાં થોડુ દૂધ લો અને એમાં કેસર નાંખીને ગરમ કરી લો. આ દૂધને 5 મિનિટ માટે એમ જ રહેવા દો.

      •  દૂધ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ઇલાયચી પાવડર નાંખો અને મિક્સ કરી લો.

      • દૂધ જેટલું ઘટ્ટ હશે એટલી ખીર ટેસ્ટમાં મસ્ત બનશે.

      • ત્યારબાદ કેસરનું દૂધ નાંખો. કેસરનું આ દૂધ નાંખવાથી કલર બદલાઇ જશે અને ખીરમાં સ્મેલ પણ મસ્ત આવશે.

      • આ દૂધમાં ખાંડ નાંખો.

      • ખાંડ નાંખ્યા પછી દૂધમાં ડ્રાય ફ્રૂટ્સ નાંખો અને હલાવી દો.

      • તો તૈયાર છે ગાજરની ખીર.






    • આ ખીર તમારે ઠંડી પીવી છે તો તમે એક કલાક માટે ફ્રિજમાં મુકી દો. ઠંડી ખીર પીવાની બહુ જ મજા આવે છે.

    • આ ખીર શિયાળામાં અઠવાડિયામાં એક વાર પીવી જોઇએ. આ ખીર પીવાથી પિત્ત જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन
    विज्ञापन