Home /News /lifestyle /'પનીર દહીં ટિક્કી' ખાવાની આવે છે બહુ મજા, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે

'પનીર દહીં ટિક્કી' ખાવાની આવે છે બહુ મજા, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે

ટેસ્ટી પનીર દહીં ટિક્કી ઘરે બનાવો

Paneer dahi tikki recipe: પનીર દહીં ટિક્કી ખાવાની બહુ જ મજા આવે છે. આ ટિક્કી તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ ટિક્કી ખાવાની બહુ જ મજા આવે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરરોજ ઘરમાં લોકોને અનેક પ્રકારની વાનગીઓ ખાવાનું મન થતુ હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘરે કોઇ મહેમાન આવે ત્યારે શું બનાવવું અને શું ના બનાવવું એ પ્રશ્ન બહુ મોટો થતો હોય છે. આ સાથે જ જ્યારે કોઇ મહેમાન આવે ત્યારે એવું થાય કે એમના માટે કઇ વાનગી બનાવીશું તો એમને ખાવાની મજા આવશે. તો આજે અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને એક એવી વાનગી લાવ્યા છીએ જે તમે ફટાફટ ઘરે બનાવી શકો છો અને આવનાર મહેમાન પણ ખુશ થઇ જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પનીર દહીં ટિક્કી. તો નોંધી લો તમે પણ આ રેસિપી અને ફટાફટ ઘરે બનાવો.

સામગ્રી


200 ગ્રામ પનીર

2 કપ ઝીણું સમારેલું ગાજર

3 થી 4 ઝીણી સમારેલી ડુંગળી

એક કપ દહીં

આ પણ વાંચો: બ્રેક ફાસ્ટ કે ડિનરમાં બનાવો આ પરાઠા

3 થી 4 લીલા મરચા

ઝીણી સમારેલી કોથમીર

એક ટુકડો આદુ

એક ચમચી ધાણાજીરું

એક ચમચી લાલ મરચું

સ્વાદાનુંસાર મીઠું

એક ચમચી ચાટ મસાલો

બે કપ બ્રેડ ક્રમ્બસ

બનાવવાની રીત



  • પનીર દહીં ટિક્કી બનાવવા માટે સૌ પ્રથમ પનીરને છીણી લો.

  • ત્યારબાદ ગાજર, લીલા મરચા, ડુંગળી અને કોથમીરને ઝીણી સમારી લો.


આ પણ વાંચો: આ રીતે ચટાકેદાર સમોસા ચાટ બનાવો ઘરે



    • એક મોટું વાસણ લો અને એમાં પનીર, લીલા મરચા, ડુંગળી, દહીં, કોથમીર, ધાણાજીરું, આદુનો ટુકડો, લાલ મરચું, હળદર, મીઠું, ચાટ મસાલો અને બ્રેડ ક્રમ્બ્સ નાંખો અને મિક્સ કરી લો.

    • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

    • આ મિશ્રણને 5 થી 7 મિનિટ માટે રહેવા દો.

    • હાથમાં તેલ લગાવીને મિશ્રણમાંથી ગોળાકાર ટિક્કીઓ વાળી લો.

    • ટિક્કીઓને એક પ્લેટમાં લઇ લો.

    • એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે ટિક્કીઓને આછા બ્રાઉન રંગની તળી લો.

    • તો તૈયાર છે પનીર દહીં ટિક્કી.






  • આ ટિક્કીને તમે સોસ કે લીલી ચટણી સાથે ખાઓ છો તો બહુ મજ્જા પડી જાય છ.

  • આ ટિક્કી માત્ર 15 જ મિનિટમાં તમે ઘરે બનાવી શકો છો.

  • આ ટિક્કી ઘરે આવતા મહેમાનોંને તમે પીરસો છો તો તમારા વખાણ થવા લાગે છે.

First published:

Tags: Life style, Paneer, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો