Home /News /lifestyle /વસાણાં વીક: પોષક તત્વોથી ભરપૂર 'અડદિયા પાક' આ રીતે બનાવો ઘરે, એક કટકો ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે

વસાણાં વીક: પોષક તત્વોથી ભરપૂર 'અડદિયા પાક' આ રીતે બનાવો ઘરે, એક કટકો ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે

અડદિયા પાક બનાવવાની રીત

Adadiya pak Recipe: અડદિયા પાક શિયાળામાં દરેક લોકોએ ખાવો જોઇએ. અડદિયા પાક તમે આ રીતે ઘરે બનાવો છો તો એકદમ પરફેક્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે. આ અડદિયા પાક તમે રોજ સવારમાં ખાઓ છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની ઠંડીની શરૂઆત થઇ જતા અમે આજથી તમારી માટે વસાણાં વીક લઇને આવ્યા છીએ. આ વસાણાં વીકમાં તમે રોજ અલગ-અલગ પ્રકારના વસાણાં શીખો અને ઘરે બનાવો. આ વસાણાં શિયાળામાં ખાવાથી શરીરમાં થતા અનેક દુખાવા દૂર થાય છે અને સાથે શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. ઠંડીને કારણે ઘણાં લોકોને સોજા આવવા, સાંધામાં દુખાવો થવો, કમરમાં દુખાવો થવો...જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. આ બધા દુખાવામાંથી બચવા અને શરીરમાં થતા દુખાવાને દૂર કરવા દરેક લોકોએ શિયાળામાં ઘરે બનાવીને વસાણાં ખાવા જોઇએ. તો તમે પણ ઘરે બનાવો અડદિયા પાક.

    સામગ્રી


    400 ગ્રામ ફોતરા વગરની અડદની દાળ

    400 ગ્રામ ગોળ

    આ પણ વાંચો: નોંધી લો આ સિક્રેટ ટિપ્સ અને ઘરે બનાવો ગાજરની ખીર

    400 ગ્રામ ઘી

    4 ચમચી દૂધ

    પિસ્તા

    એલચી પાવડર

    ત્રણ ચમચી આદુનો પાવડર, સૂંઠ

    અડધી ચમચી જાયફળ

    250 ગ્રામ ગુંદ

    બદામ

    કાજુ


    બનાવવાની રીત



    • અડદિયા પાક બનાવવા માટે સૌ પ્રથમ ફોતરા વગરની અડદની દાળ લો અને એને મિક્સરમાં અધકચરી એટલે થોડી બરછટ રહે એ રીતે ગ્રાઇન્ડ કરી લો.


    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો આદુ-લસણની ચટણી



      • હવે એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી સાથે ચાર ચમચી દૂધ લો અને આ બન્ને વસ્તુને સાથે ગરમ કરી લો.

      • પછી આમાં અડદની દાળનો લોટ નાંખો અને હાથથી મિક્સ કરી લો.

      • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ગુંદ અને ડ્રાય ફ્રૂટસને કટ કરી લો.

      • લોટ લઇને સારી રીતે છાળી લો.

      • પછી એક કડાઇમાં ઘી લો અને એમાં લોટને શેકી લો.

      • આછા બ્રાઉન રંગનો લોટ શેકાઇ જાય એટલે થોડુ ઘી ઉમેરીને મિક્સ કરી લો.

      • હવે ગુંદ અને લોટ નાંખીને શેકી લો.

      • ત્યારબાદ ધીમે-ધીમે દૂધ ઉમેરીને સતત હલાવતા જાવો.

      • પછી આમાં ડ્રાય ફ્રૂટ્સ, ઇલાયચી પાવડર, આદુ પાવડર અથવા તો સૂંઠ પાવડર અને જાયફળ પાવડર નાંખીને મિક્સ કરી લો.

      • ગેસ બંધ કરી દો અને ગોળ ઉમેરો.

      • હવે એક થાળીમાં નીચે ઘી લગાવી દો અને એની ઉપર આ મિશ્રણ ઠારી દો.

      • ત્યારબાદ આને કટ કરી લો.






    • તો તૈયાર છે અડદિયા પાક.

    • અડદિયા પાક બનાવતી વખતે એમાં ભરપૂર પ્રમાણમાં મસાલા નાંખશો તો ખાવાની મજા આવશે. આ સાથે જ ડ્રાય ફ્રૂટ્સનું પ્રમાણ પણ વ્યવસ્થિત લો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes, Winter recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन