Home /News /lifestyle /લારી પર મળે એવું સ્પાઇસી 'વેજ મન્ચુરિયન' આ રીતે ઘરે બનાવો, નોંધી લો આ રેસિપી

લારી પર મળે એવું સ્પાઇસી 'વેજ મન્ચુરિયન' આ રીતે ઘરે બનાવો, નોંધી લો આ રેસિપી

ઘરે બનાવો વેજ મન્ચુરિયન

Veg manchurian recipe: ચાઇનીઝ ફુડ દરેક લોકોને ભાવતુ હોય છે. એમાં પણ ખાસ કરીને વેજ મન્ચુરિયનની વાત કરવામાં આવે તો બાળકો આ વાનગી ફટાફટ ખાવા લાગે છે અને ના પણ પાડતા નથી. તો તમે પણ ઘરે બનાવો વેજ મન્ચુરિયન.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચાઇનીઝ ફુડ ડિશ ખાવાની દરેક લોકોને મજા આવે છે. ખાસ કરીને બાળકો ખાવામાં બહુ જ નખરા કરતા હોય છે, પરંતુ જો તમને એમને મન્ચુરિયન ખાવા આપો છો તો એ ફટાફટ ખાઇ જાય છે. આજે અમે તમારી માટે વેજ મન્ચુરિયનની રેસિપી લઇને આવ્યા છીએ. શિયાળામાં મન્ચુરિયન ખાવાની બહુ જ મજા આવે છે એની પાછળનું કારણ એ છે કે ઠંડીની સિઝનમાં બધા જ શાકભાજી ફ્રેશ આવે છે જે મન્ચુરિયનનો ટેસ્ટ વધારવાનું કામ કરે છે. મન્ચુરિયન તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બને છે અને ખાવાની પણ બહુ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો વેજ મન્ચુરિયન.

    સામગ્રી


    એક કપ કોર્ન ફ્લોર

    એક કપ કોબીજ

    આ પણ વાંચો: પોષક તત્વોથી ભરપૂર 'અડદિયા પાક' આ રીતે બનાવો ઘરે

    એક કપ ગાજર

    એક કપ ફુલાવર

    એક ચમચી લસણ

    બે ચમચી સોયા સોસ

    બે ચમચી ટોમેટો સોસ

    એક ચમચી ચિલી સોસ

    એક ચમચી વિનેગર

    આદુ

    અડધી ચમચી કાળા મરીનો પાવડર

    અડધી ચમચી ખાંડ

    બે થી ત્રણ ઝીણાં સમારેલા મરચાં

    ઝીણી સમારેલી ડુંગળી

    કોથમીર

    તળવા માટે તેલ

    આ પણ વાંચો: હલવા કરતા બહુ ઓછી મહેનતે બને છે 'ગાજરની ખીર'

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત





      • વેજ મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ બધા જ શાકભાજીને ઝીણાં સમારી લો.

      • એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મુકો.

      • પાણી ઉકળવા લાગે એટલે એમાં કોબીજ, ફુલાવર, ગાજર અને શિમલા મરચા નાંખો.

      • આ શાકભાજીને નરમ થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.

      • શાકભાજીને ઠંડા થવા દો.

      • હવે એક મોટો બાઉલ લો અને એમાં બાફેલા શાકભાજી એડ કરો.

      • ત્યારબાદ કોર્ન ફ્લોર નાંખો અને સારી રીતે મિક્સ કરી લો.

      • પછી આમાં ઝીણા સમારેલા લીલા મરચા, સોયા સોસ, કાળા મરીનો પાવડર, કોથમીર, સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરી લો.

      • ત્યારબાદ મિશ્રણને હાથમાં લઇને નાના-નાના બોલ્સ બનાવી લો.

      • આ બોલ્સને એક પ્લેટમાં લઇ લો.

      • એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે એમાં બોલ્સ નાંખીને આછા બ્રાઉન રંગના તળી લો.

      • હવે મન્ચુરિયન સોસ બનાવવા માટે એક કડાઇમાં થોડુ તેલ ગરમ કરવા માટે મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી, આદુ અને લસણ ફ્રાય કરી લો.






    • આ બધી જ વસ્તુઓ થઇ જાય એટલે સોયા સોસ અને ટોમેટો સોસ નાંખો.

    • આ મિશ્રણમાં હવે બે ચમચી કોર્ન ફ્લોર નાંખો અને મિક્સ કરી લો.

    • પાણી નાંખીને આ મિશ્રણને થવા દો.

    • ત્યારબાદ આમાં ખાંડ, ચિલી સોસ, વિનેગર અને સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરી દો.

    • 5 મિનિટ રહીને ગેસ બંધ કરી દો અને મન્ચુરિયન બોલ્સ નાખીને મિક્સ કરી લો.

    • તો તૈયાર છે ટેસ્ટી વેજ મન્ચુરિયન.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन