Home /News /lifestyle /માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો 'પાપડ પનીર રોલ', ખાતા રહી જશે ઘરનાં લોકો

માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો 'પાપડ પનીર રોલ', ખાતા રહી જશે ઘરનાં લોકો

પાપડ પનીર રોલ રેસિપી

papad paneer roll recipe: પાપડ પનીર રોલ ખાવાની બહુ જ મજા આવે છે. આ વાનગી તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થઇ જશે. આ વાનગી તમે મહેમાનોંને પણ ખવડાવી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પાપડ પનીર રોલ તમે ક્યારે ટેસ્ટ કર્યુ છે? પાપડ પનીર રોલ ખાવાની બહુ જ મજા આવે છે. આ સરળ રીતે તમે ઘરે પાપડ પનીર રોલ બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. પાપડ પનીર રોલ તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે બનાવી શકો છો. આ ફુડ ડિશ તમે એક વાર ઘરે બનાવો છો તો વારંવાર બનાવવાની ઇચ્છા થાય છે. આ ચટપટી રેસિપી છે. તમે કંટાળી ગયા છો અને ફટાફટ રસોઇ બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે એક બેસ્ટ ઓપશન છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પાપડ પનીર રોલ.

    સામગ્રી


    6 થી 7 કાચા પાપડ

    6 થી 7 પનીરના લાંબા કટ કરેલા ટુકડા

    એક ચમચી આદુની પેસ્ટ

    આ પણ વાંચો:  સૂંઠ-ગંઠોડાથી ભરપૂર 'મેથીના લાડુ' આ રીતે બનાવો ઘરે

    એક ચમચી ચીલી ફલેક્સ

    બે ચમચી લીલી ચટણી

    એક ચમચી ચાટ મસાલો

    તળવા માટે તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત



    • પાપડ પનીર રોલ બનાવવા માટે સૌ પ્રથમ પનીર લો અને લાંબા-લાંબા કટ કરી લો.

    • ત્યારબાદ આદુ અને લીલા મરચાને પીસીને પેસ્ટ તૈયાર કરી લો.

    • ડુંગળીને પણ ઝીણી સમારી લો.

    • હવે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે આદુ-મરચાની પેસ્ટ નાંખીને બે મિનિટ માટે સાંતળી લો.


    આ પણ વાંચો: સ્પાઇસી 'વેજ મન્ચુરિયન' આ રીતે ઘરે બનાવો



      • ત્યારબાદ ડુંગળી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

      • આ પ્રોસસ થઇ જાય પછી એક ચમચી ચીલી ફ્લેક્સ નાંખો.

      • સ્વાદાનુંસાર મીઠું નાખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

      • હવે ગેસ બંધ કરી દો.

      • એક બાઉલ લો અને એમાં પનીરના ટુકડા પર ચાટ મસાલો નાંખો.

      • પનીર પર થોડુ મીઠું નાંખીને મિક્સ કરી લો.

      • આ પનીર પર ચિલી ફલેક્સ નાંખો અને બરાબર મિક્સ કરી દો.

      • એક બાઉલમાં સાંતળેલી ડુંગળી નાંખો અને ઉપરથી કોથમીર નાંખો.

      • પછી આમાં પનીર મિક્સ કરી દો.

      • 10 મિનિટ આ મિશ્રણને એમ જ રહેવા દો.

      • હવે કાચા પાપડ લો અને પાણીથી મદદથી એની કિનારી ભીની કરી લો.

      • ત્યારબાદ આમાં પનીરના ટુકડા અને ડુંગળીનું મિશ્રણ ભરી દો.






    • એક પછી એક એમ બધા રોલ તૈયાર કરી લો.

    • એક કડાઇમા તેલ ગરમ કરીને આ રોલને તેળમાં તળી લો.

    • તળાઇ ગયેલા રોલને એક પ્લેટમાં લઇ લો.

    • તો તૈયાર છે પાપડ પનીર રોલ.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन
    विज्ञापन