Home /News /lifestyle /માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો સોજીના મેંદુ વડા, નોંઘી લો આ સરળ રેસિપી

માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો સોજીના મેંદુ વડા, નોંઘી લો આ સરળ રેસિપી

આ મેંદુ વડા ફટાફટ ઘરે બની જાય છે.

Suji medu vada recipe: સોજીના મેંદુ વડા તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. મેંદુ વડા તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો સોજીના મેંદુ વડા.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મેંદુ વડા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. મેંદુ વડા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. મેંદુ વડા અનેક લોકો ઘરે બનાવતા હોય છે. મેંદુ વડા એક એવી રેસિપી છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ડાયજેશન માટે આ ડિશ એકદમ પરફેક્ટ છે. ઘણાં લોકો ડિનરમાં તો કોઇ સવારના નાસ્તામાં મેંદુ વડા બનાવતા હોય છે. તો આજે અમે તમને સોજીના મેંદુ વડા બનાવવાની રીત જણાવીશું. સોજીના મેંદુ વડા બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોને બહુ ભાવતા હોય છે. આ ઇન્સ્ટન્ટ મેંદુ વડાની રેસિપી છે. તો નોંધી લો આ રેસિપી અને તમે પણ ઘરે બનાવો સોજીના મેંદુ વડા.

સામગ્રી


દોઢ કપ સોજી

એક ચમચી જીરું

આ પણ વાંચો:માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો ટામેટાની ખાટી-મીઠી ચટણી

મીઠા લીમડાના પાન

બે ચમચી કોથમીર

અધકચરા કાળા મરીનો પાવડર

બે ચમચી લીંબુનો રસ

2 થી 3 ઝીણાં સમારેલા લીલા મરચા

જરૂર મુજબ તેલ

બે કપ પાણી

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • સોજીના મેંદુ વડા બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇમાં પાણી લો અને એમાં એક ચમચી તેલ નાંખો.


આ પણ વાંચો:સડસડાટ વજન ઘટાડવા પીઓ આ સૂપ



    • હવે અડધી ચમચી મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.

    • ગેસને મિડીયમ ફ્લેમ પર રાખીને પાણીને ઉકાળી લો.

    • જ્યારે પાણી ઉકળા લાગે ત્યારે એમાં સોજી નાંખો અને ચમચાની મદદથી મિક્સ કરી લો.

    • ધ્યાન રહે કે આ સમયે ગઠ્ઠા ના પડી જાય.

    • સોજીને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી પાણી બધું શોષાઇ ના જાય.

    • જ્યારે સોજી થઇ જાય ત્યારે મિક્સર બાઉલમાં એડ કરો અને એમાં કાળા મરીનો પાવડર, જીરું, મીઠા લીમડાના પાન, કોથમીર, લીલા મરચા અને લીંબુનો રસ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

    • પછી હાથમાં થોડુ તેલ લગાવીને ચીકાશ વાળા કરી લો.

    • થોડુ સોજીનુ મિશ્રણ લો અને એનો રોલ કરીને ચપટા કરી લો.

    • હવે વચ્ચેથી એક કાણું પાડી લો.

    • આ રીતે પૂરા મિશ્રણમાંથી સોજીના મેંદુ વડા તૈયાર કરી લો.

    • એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.






  • તેલ ગરમ થઇ જાય એટલે સોજીના મેંદુ વડા મિડીયમ ગેસ પર ફ્રાય કરી લો.

  • મેંદુ વડા ક્રિસ્પી થઇ જાય ત્યાં સુધી એ તળો.

  • આ રીતે બધા જ મેંદુ વડાને તળી લો.

  • તો તૈયાર છે સોજીના મેંદુ વડા.






 
First published:

Tags: Life Style News, Recipes, South indian

विज्ञापन