Home /News /lifestyle /Suji Khandvi Recipe: આ રીતે ઘરે ફટાફટ બનાવો 'સોજીની ખાંડવી', જોઇ લો આ VIDEO

Suji Khandvi Recipe: આ રીતે ઘરે ફટાફટ બનાવો 'સોજીની ખાંડવી', જોઇ લો આ VIDEO

આ ખાંડવી ટેસ્ટમાં મસ્ત લાગે છે.

Suji khandvi recipe: મોટાભાગના લોકો ચણાના લોટમાંથી ખાંડવી બનાવતા હોય છે. આમ, જો તમે આ રીતે સોજીની ખાંડવી બનાવો છો ટેસ્ટમાં મસ્ત લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. સોજીની ખાંડવી સરળતાથી ઘરે બનાવી શકો છો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખાંડવીનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. ખાસ કરીને મોટાભાગના લોકો ખાંડવી ચણાના લોટમાંથી બનાવતા હોય છે, પરંતુ તમે સોજીના લોટમાંથી બનાવો છો તો ખાવાની મજા આવે છે અને સાથે ફટાફટ બની પણ જાય છે. આમ, ગુજરાતીઓ ફરસાણ ખાવાના શોખીન હોય છે. સોજીની ખાંડવી ટેસ્ટમાં પણ મસ્ત લાગે છે. આમ, તમે સોજીની ખાંડવી ક્યારે ખાધી નથી તો આ રીતે ઘરે બનાવો અને ખાવાની મજા માણો.

સોજીની ખાંડવી તમે આ વિડીયો જોઇને ઘરે બનાવી શકો છો. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના યુઝર્સ એકાઉન્ટ (@reciperacer000) માં શેર કરવામાં આવી છે. આ વિડીયોની રેસિપીમાં જોઇને તમે ઘરે પણ બનાવી શકો છો.

સામગ્રી


એક કપ સોજી

એક કપ દહીં

આ પણ વાંચો:ગાજરનું રાયતુ આ રીતે ઘરે બનાવો અને તડકો કરો

એક કપ પાણી

બે ચમચી ક્રશ કરેલું આદુ

બે ચમચી લીલા મરચા

એક ચમચી તેલ ગ્રીસ માટે

તડકા માટે

અડધી ચમચી રાઇ

બે ચમચી લાલ આખા મરચા

એક લીલું મરચુ

બેથી ત્રણ મીઠા લીમડાના પન

બે ચમચી તેલ

બનાવવાની રીત





    • સોજીની ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ દહીં, આદુ, લીલા મરચા, પાણી, એક કપ સોજી નાંખીને ગ્રાઇન્ડ કરી લો.

    • આ બધી જ વસ્તુઓને 5 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.

    • પછી આમાં જીરું, ફિલી ફલેક્સ, સ્વાદાનુંસાર મીઠું અને લીલી કોથમીર નાંખો.








  • ધ્યાન રાખો કે બેટરની કન્સિસ્ટન્સી ફ્લોઇંગ હોવી જોઇએ.

  • હવે એક થાળી લો અને એને તેલથી ગ્રીસ કરી લો.

  • પછી બે ચમચી બેટર નાંખીને થાળીમાં ફેલાવી દો.

  • આ પ્રોસેસ થઇ જાય પછી ગેસ ચાલુ કરીને પાણી ગરમ કરવા માટે મુકો અને સ્ટીમ ખાંડવીને બે મિનિટ વરાળથી બેક કરી લો.

  • બે મિનિટ રહીને લઇ લો અને ઠંડી થઇ જાય ત્યારે ચપ્પાની મદદથી લાંબી કટ કરીને રોલ કરી લો.


આ પણ વાંચો:શિવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ટિક્કી

  • હવે તડકો લગાવવા માટે કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

  • તેલમાં રાઇ, લાલ મરચા, લીલા મરચા, મીઠા લીમડાના પાન નાંખો.

  • પછી ખાંડવીના રોલ કડાઇમાં નાંખો અને ફ્રાય કરી લોય

  • તો તૈયાર છે સોજીની ખાંડવી.

First published:

Tags: Life Style News, Mahashivratri, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો