Home /News /lifestyle /બ્રેક ફાસ્ટ કે ડિનરમાં બનાવો આ પરાઠા, ખાઓ એક કટકો અને આખો દિવસ રહો સ્ટેમિનાથી ભરપૂર

બ્રેક ફાસ્ટ કે ડિનરમાં બનાવો આ પરાઠા, ખાઓ એક કટકો અને આખો દિવસ રહો સ્ટેમિનાથી ભરપૂર

ટેસ્ટી ડુંગળીના પરાઠા

onion paratha recipe: ડુંગળીના પરાઠા એટલે કે ઓનિઅન પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. આ પરાઠા તમે નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ છો તો મજા આવી જાય છે. આ પરાઠા ખાવામાં હેલ્ધી હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પરાઠા સવારમાં ખાવાની મજા આવે છે. ડુંગળીના પરાઠા ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે. પરાઠા તમે બ્રેક ફાસ્ટ કે ડિનરમાં બનાવીને ખાઓ છો તો મજા પડી જાય છે. ડુંગળીના પરાઠા મિનિટોમાં બનીને તૈયાર થઇ જાય છે. આ પરાઠા તમે બાળકોને ટિફિનમાં આપો છો તો એ ફટાફટ ખાઇ લે છે. પરાઠા એક એવી ડિશ છે જે તમે અનેક પ્રકારની વાનગીઓમાંથી બનાવી શકો છો. કોબીજ, ડુંગળી, બટાકા જેવી અનેક વસ્તુઓમાંથી તમે પરાઠા બનાવી શકો છો. તો આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ જેનું નામ છે ડુંગળીના પરાઠા. તો તમે પણ આ રીતે ઘરે બનાવો ટેસ્ટી-ટેસ્ટી ડુંગળીના પરાઠા.

    સામગ્રી


    બે કપ ઘઉંનો લોટ

    એક કપ ઝીણી સમારેલી ડુંગળી

    એક ચમચી આદુ-લસણની પેસ્ટ

    અડધી ચમચી લાલ મરચુ

    આ પણ વાંચો: જામફળમાંથી બનાવો આ 5 ટેસ્ટી વાનગીઓ

    ઝીણી સમારેલી કોથમીર

    અડધી ચમચી જીરું પાવડર

    ગરમ મસાલો

    અજમો

    આમચૂર પાવડર

    જરૂર મુજબ તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત



    • ડુંગળીના પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળીને ઝીણી સમારી લો.

    • એક થાળમાં ઘઉંનો લોટ લો અને એમાં મીઠું નાંખો.

    • આ લોટને મિક્સ કરી લો.

    • ત્યારબાદ આ લોટમાં તેલ નાંખો અને બરાબર મિક્સ કરી લો.

    • હવે થોડુ-થોડુ પાણી લોટમાં નાંખતા જાવો અને લોટ બાંધી લો. લોટ બહુ ઢીલો બાંધવાનો નથી.

    • હવે આ લોટને ભીનાં કપડાથી ઢાંકી દો અને 20 મિનિટ માટે રહેવા દો.

    • એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી ફ્રાય કરી લો.

    • પછી આમાં આદુ-લસણની પેસ્ટ નાંખો અને સાંતળો.

    • ડુંગળી આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે એમાં લાલ મરચું, હળદર, આમચુર, ગરમ મસાલો, અજમો, કોથમીર અને મીઠું નાંખીને મિક્સ કરી લો.

    • તો તૈયાર છે પરાઠાનું મિશ્રણ.

    • હવે લોટ લો અને એમાંથી ગુલ્લા કરી લો.

    • હવે પરાઠાને વણી લો અને એમાં વચ્ચે આ સ્ટફિંગ ભરો.

    • ત્યારબાદ પરાઠાને ચારેબાજુથી બંધ કરીને ગોળ વણી લો.

    • નોનસ્ટિક પેન ગરમ મુકો અને એમાં વણેલાં પરાઠા મુકો.

    • પછી આ પરાઠાની ચારેબાજુ તેલ નાંખો અને આછા બ્રાઉન રંગના થવા દો.

    • તો તૈયાર છે ડુંગળીના પરાઠા.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन