Home /News /lifestyle /સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે બનાવો હેલ્ધી 'સ્પ્રાઉટ્સ પરાઠાં', અનેક વિટામીન્સની ઉણપ થઇ જશે પૂરી

સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે બનાવો હેલ્ધી 'સ્પ્રાઉટ્સ પરાઠાં', અનેક વિટામીન્સની ઉણપ થઇ જશે પૂરી

આ રીતે ઘરે બનાવો સ્પ્રાઉટ્સ પરાઠાં

sprouts paratha recipe: સ્પ્રાઉટ્સ પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ પરાઠાં તમે દિવસમાં એક ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ પરાઠાં તમે બાળકોને ખવડાવો છો તો પૂરતાં પ્રમાણમાં પોષણ મળી રહે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં લોકો પોતાના દિવસની શરૂઆત હેલ્ધી સ્પ્રાઉટ્સથી કરતા હોય છે. પોષક તત્વોથી ભરપૂર સ્પ્રાઉટ્સ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ શું તમે ક્યારે લંચ કે ડિનરમાં સ્પ્રાઉટ્સ પરાઠાં ખાધા છે? જો ના તો તમારે આ રેસિપી ખાસ જાણી લેવી જોઇએ. આ પરાઠાં અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પરાઠાં તમે બાળકોને પણ ખવડાવી શકો છો. આ પરાઠાં બહુ જ ટેસ્ટી બને છે. આ પરાઠાં તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકો છો. તો જાણી લો આ પરાઠાં ઘરે કેવી રીતે બનાવશો.

    સામગ્રી


    એક કપ સ્પ્રાઉટ્સ

    2 થી 3 બાફેલા બટાકા

    અડધો કપ લીલા વટાણાં

    આ પણ વાંચો:  આ રીતે ઘરે બનાવો 'ઓરિઓ કોફી મિલ્ક શેક'

    બે કપ લોટ

    કોથમીર

    લાલ મરચું

    અજમો

    ગરમ મસાલો

    તેલ

    મીઠું

    બનાવવાની રીત


    સ્પ્રાઉટ્સ પરાઠાં બનાવવા માટે સૌ પ્રથમ મગ અને મઠને એક વાસણમાં લઇ લો. ત્યારબાદ થોડુ પાણી નાંખીને મગ અને મઠને બાફવા મુકી દો જેથી કરીને એ સરસ રીતે નરમ થઇ જાય. ત્યારબાદ આ સ્પ્રાઉટ્સને એક બાઉલમાં લઇ લો.

    આ પણ વાંચો: વિજયાદશમી પર આ 5 ફૂડ્સ ખાવાથી મળે છે 'ગુડલક'

    હવે બટાકાને ધોઇને બાફવા મુકી દો. બટાકા બફાઇ જાય એટલે એને મેશ કરીને એક પ્લેટમાં લઇ લો. હવે આ મિશ્રણમાં લીલા વટાણાં, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું અને સ્વાદાનુંસાર મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો. આમ, પરાઠાં માટે તમારા સ્પ્રાઉટ્સનું સ્ટફિંગ તૈયાર થઇ ગયુ છે. વટાણાં મેશ કરી લેવા જેથી કરીને પરાઠાં વણવામાં તકલીફ ના પડે.

    હવે એક બાઉલ લો અને એમાં ઘઉંનો લોટ લો. આ લોટમાં અજમો, થોડુ તેલ અને સ્વાદાનુંસાર મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો. હવે આ લોટમાં થોડુ-થોડુ પાણી નાંખીને લોટ બાંધી લો. હવે આ લોટમાંથી ગુલ્લા કરી લો. પછી આ ગુલ્લામાંથી પરાઠાં વણો અને એમાં મસાલો ભરીને રોટલીને ચારેબાજુથી બંધ કરીને ગોળ વાળી લો. હવે પરાઠાં વણી લો.



    હવે તવી ગરમ કરવા માટે મુકો. તવી ગરમ થઇ જાય એટલે પરોઠું નાંખો અને ચારેબાજુ તેલ નાંખીને સાંતળી લો. આછા બ્રાઉન રંગનું સંતળાઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે સ્પ્રાઉટ્સ પરાઠાં.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन