Home /News /lifestyle /ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ 'ટમટમ ખમણ' સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે બનાવો
ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ 'ટમટમ ખમણ' સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે બનાવો
ટમટમ ખમણ ઘરે બનાવો
Tamtam khaman recipe: સાદા ખમણ કરતા ટમટમ ખમણ ખાવાની બહુ જ મજા આવે છે. ટમટમ ખમણ ટેસ્ટમાં એકદમ ટેસ્ટી હોય છે. આ ખમણ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ખમણ ખૂબ ઝડપથી ઘરે બની જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક ગુજરાતીઓને ફરસાણ પ્રિય હોય છે. ફરસાણમાં અનેક પ્રકારની વાનગીઓ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો આજે અમે તમને એક મસ્ત ફરસાણની રેસિપી જણાવીશું..જે છે ટમટમ ખમણ. ટમટમ ખમણ ખાવાની બહુ જ મજા આવે છે, પરંતુ મોટાભાગના લોકો ટમટમ ખમણ બહારથી લાવતા હોય છે. તમે પણ ટમટમ ખમણ હવે બહારથી લાવશો નહીં અને આ રીતે ઘરે બનાવો. આ ખમણ તમે ખૂબ ઝડપથી ઘરે બનાવી શકો છો. આ ખમણ તમે ઘરે આવતા મહેમાનોં માટે બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ટમટમ ખમણ.
બે કલાક પછી ખીરામાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, લીંબુના ફૂલ અને સાજીના ફૂલ ઉપર જણાવ્યા માપ મુજબ નાંખો અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લો.
આ પ્રોસેસ થઇ જાય પછી એક તપેલામાં પાણી ભરો અને એને પહેલા ગરમ કરવા માટે મુકો.
પાણી ગરમ થઇ જાય એટલે એની ઉપર એક થાળી મુકો અને આ થાળીમાં ખીરુ પાથરો.
20 મિનિટ સુધી થવા દો અને પછી ઢાંકણ ખોલીને ચેક કરી લો કે ખમણ થયા છે કે નહીં. સામાન્ય રીતે 20 મિનિટ પછી ખમણ તૈયાર થઇ જાય.આ ખમણને હવે કટ કરી લો અને એક બાઉલમાં કાઢી લો.એક પેનમાં 4 ચમચા તેલ મુકો અને એને ગરમ કરી લો.
આ ગરમ તેલમાં રાઇ નાખો અને થવા દો.
ત્યારબાદ તેલમાં કાશ્મીરી લાલ મરચું નાંખો.
આ તેલમાં તૈયાર થયેલા ખમણને મિક્ષ કરી લો.
તો તૈયાર છે ટમટમ ખમણ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર