Home /News /lifestyle /સિમ્પલ નહીં, આ વખતે ઘરે બનાવો શાહી દૂધીનું શાક, આંગળા ચાટતા રહી જશે લોકો
સિમ્પલ નહીં, આ વખતે ઘરે બનાવો શાહી દૂધીનું શાક, આંગળા ચાટતા રહી જશે લોકો
શાહી દૂધીનું શાક બનાવો
shahi dudhi nu shak recipe: સિમ્પલ દૂધીનું શાક તો તમે પણ ઘરે બનાવતા હશો, પરંતુ આ વખતે તમે શાહી દૂધીનું શાક ઘરે બનાવો. આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. અનેક મસાલાઓથી ભરપૂર આ શાક પરાઠા સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શાહી દૂધીનું શાક પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. શાહી દૂધીનું શાક તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો ઘરના લોકો ખાતા રહી જશે. મોટાભાગનાં લોકોના ઘરોમાં સિમ્પલ દૂધીનું શાક બનતુ હોય છે, પરંતુ તમે આ વખતે શાહી દૂધી ટ્રાય કરજો. આ શાક ખાશો તો સિમ્પલ દૂધીનો ટેસ્ટ ભૂલી જશો. આ શાક પરાઠા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. દૂધી હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. જે લોકોને પેટની તકલીફ છે એમના માટે દૂધી સૌથી બેસ્ટ છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો શાહી દૂધીનું શાક.