Home /News /lifestyle /વધેલી રોટલીને ફેંકશો નહીં, VIDEO જોઇને ઘરે બનાવો 'રોટી પિઝા પોકેટ', ખાવાની મજા આવશે

વધેલી રોટલીને ફેંકશો નહીં, VIDEO જોઇને ઘરે બનાવો 'રોટી પિઝા પોકેટ', ખાવાની મજા આવશે

વધેલી રોટલીમાંથી બનાવો આ વાનગી

Roti pizza pocket recipe: દરેક લોકોના ઘરમાં રોટલી વધતી હોય છે. જો કે આ રોટલની અનેક લોકો ફેંકી દેતા હોય છે, પરંતુ આ રોટલીમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવીને ખાઇ શકો છો. તો તમે પણ ઘરે ટ્રાય કરો આ રેસિપી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક વાર આપણાં ઘરોમાં રોટલી વધતી હોય છે. વધેલી રોટલીને મોટાભાગે દરેક લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ આ વધેલી રોટલીમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો.  આ વાનગીઓ હેલ્ધી બને છે અને ખાવાની પણ મજા આવે છે. તમે વધેલી રોટલીમાંથી મસ્ત નાસ્તો બનાવી શકો છો. આ નાસ્તો તમે ઘરે આવતા મહેમાનોંને પીરસો છો તો તમારો વટ પડી જાય છે. તો તમે પણ ઘરે બનાવો રોટી પિઝા પોકેટ. રોટી પિઝા પોકેટ બહુ સરળ રેસિપી છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ નાસ્તો તમે વધેલી રોટલીમાંથી બનાવી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો રોટી પિઝા પોકેટ.

    સામગ્રી


    વધેલી રોટલી

    ઝીણી સમારેલી ડુંગળી

    ઝીણું સમારેલું ટામેટું

    આ પણ વાંચો: મૂળા સાથે આ વસ્તુઓ ખાવાથી હેલ્થને થાય છે નુકસાન

    ઝીણાં સમારેલાં શિમલા મરચાં

    એક પિઝા પોકેટ માટે 4 થી 5 ચમચી સ્વીટ કોર્ન

    ચીઝ

    કટ કરેલા શાકભાજી

    બનાવવાની રીત



    • રોટી પિઝા પોકેટ બનાવવા માટે સૌ પ્રથમ રોટલીને કિનારીથી પકડીને ટૂથપિકની મદદથી ચારેબાજુ કટોરી જેવો આકાર આપી દો.

    • આની અંદર ટોમેટો કેચઅપ લગાવો અને મેયોનીઝ સ્પ્રેડ કરો.


    આ પણ વાંચો: તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે?



      • આમાં ઝીણી સમારેલી ડુંગળી, શિમલા મરચા, ટામેટા અને કટ કરેલાં શાકભાજી નાંખો.

      • પછી સ્વીટ કોર્ન અને ચીઝ એડ કરો.

      • ત્યારબાદ બે મિનિટ માટે માઇક્રોવેવમાં બેક કરી લો.










      • તમે આમાં કાળા મરી, મીઠું, ચિલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો.

      • આ સાથે જ તમે પિઝા સોસ અને બટરનો પણ ઉપયોગ કરી શકો છો.

      • ઓરેગાનો નાંખવાથી ટેસ્ટ મસ્ત આવે છે.

      • તો તૈયાર છે પિઝા પોકેટ.

      • આ પિઝા પોકેટ તમે બહુ સરળતાથી ઘરે બનાવી શકો છે.

      • આ રેસિપી ઝડપથી ઘરે બની જાય છે અને સાથે ખાવાની બહુ જ મજા આવે છે.

      • આ રેસિપીની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારી વધેલી રોટલીનો ઉપયોગ થઇ જાય છે અને એને ફેંકવાનો વારો આવતો નથી.






    • આ રેસિપીનો વિડીયો જોઇને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

    • તમારા ઘરના સ્વાદ મુજબ તમે મસાલામાં વઘ-ઘટ કરીને ટેસ્ટી બનાવી શકો છો. તો તમે પણ એક વાર ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Pizza, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन