Home /News /lifestyle /તીખી તમતમતી 'રાજસ્થાની ચટણી' આ રીતે ઘરે બનાવો, માત્ર 5 મિનિટમાં બની જશે

તીખી તમતમતી 'રાજસ્થાની ચટણી' આ રીતે ઘરે બનાવો, માત્ર 5 મિનિટમાં બની જશે

આ ચટણી પરાઠા સાથે ખાવાની મજા આવે છે.

Rajasthani style spice chutney: રાજસ્થાની સ્ટાઇલ સ્પાઇસી ચટણી ખાવાની બહુ જ મજા આવે છે. રાજસ્થાની સ્પાઇસી ચટણી તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે. આ ચટણી તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકો છો. તો તમે પણ ઘરે બનાવો આ રીતે..

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોથમીર અને ફુદીનામાંથી બનેલી ચટણી ખાવાનો સ્વાદ ડબલ કરી દે છે. આ ચટણી તમે એક વાર ખાઓ છો તો વારંવાર ખાવાની ઇચ્છા થશે. તો આજે અમે તમને રાજસ્થાની ચટણી બનાવતા શિખવાડીશું. રાજસ્થાની ચટણીનો સ્વાદ ખૂબ જ મસ્ત હોય છે. આ ચટણી તમે માત્ર 5 જ મિનિટમાં ઘરે બનાવી દો છો. લંચ તેમજ ડિનરની સાથે તમે આ ચટણી ખાઓ છો તો સ્વાદમાં ડબલ ઘણો વધારો થઇ જાય છે. તો રાજસ્થાની ચટણી તમે પણ આ રીતે ઘરે બનાવો અને ખાવાની મજા માણો. તો નોંધી લો આ રેસિપી તમે પણ..

સામગ્રી


બે કપ ફુદીનાના પાન

એક કપ કોથમીર

½ કપ ઝીણી સમારેલી ડુંગળી

આ પણ વાંચો:ઘરે બનાવો આ કુકીઝ અને ખાવાની મજા માણો

એક ચમચી મોટા સમારેલા લીલા મરચા

એક ચમચી ક્રશ કરેલું આદુ

એક ચમચી લીંબુનો રસ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • રાજસ્થાની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ફુદીનો અને કોથમીરને ઝીણી સમારી લો અને પછી બે પાણીથી ધોઇ લો.


આ પણ વાંચો:વધેલી પૂરીમાંથી આ રીતે ઘરે બનાવો 'પૂરી પિઝા'



    • ત્યારબાદ કોથમીરને કોરા કપડા પર મુકી દો. આમ કરવાથી બધુ પાણી શોષાઇ જશે.

    • પછી ફુદીનાના પાનને પણ આ જ પ્રોસેસથી કોરા કરી લો.

    • હવે ડુંગળી ઝીણી સમારી લો.

    • આદુના મોટા કટકા કરી લો.

    • હવે મિક્સર જાર લો અને એમાં કોથમીર અને ફુદીનાના પાન નાંખો.

    • બે વાર ક્રશ કરી લો અને પછી ઢાંકણ ખોલીને ચમચીની મદદથી હલાવી દો.

    • હવે મિક્સર જારમાં આદુ અને ડુંગળી નાંખીને મિક્સર ચન કરી લો.

    • પછી બધી જ સામગ્રીઓ નાંખીને ફરી એક વાર મિક્સર ચન કરી લો.

    • સ્વાદાનુંસાર મીઠું નાંખો.

    • એક ચમચી લીંબુનો રસ નાંખીને મિક્સર ફેરવી લો.

    • તો તૈયાર છે રાજસ્થાની ચટણી.

    • રાજસ્થાની ચટણીને એક બાઉલમાં લઇ લો અને લંચ તેમજ ડિનરમાં સર્વ કરો.






  • આ ચટણી તમે પ્રોપર આ રીતે બનાવશો તો મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.

  • તો તમે પણ મોડુ કર્યા વગર આ રીતે ઘરે બનાવો રાજસ્થાની ચટણી અને ખાવાની મજા માણો.

  • ઘરમાં બધાને તીખું વધારે ભાવે છે તો તમે લીલા મરચા વધારે એડ કરી શકો છો.

First published:

Tags: Life Style News, Recipes