Home /News /lifestyle /સ્વાદથી ભરપૂર ડુંગળી-ભીંડાનું શાક આ રીતે બનાવો ઘરે, અને દહીં સાથે ખાવાની મજા માણો

સ્વાદથી ભરપૂર ડુંગળી-ભીંડાનું શાક આ રીતે બનાવો ઘરે, અને દહીં સાથે ખાવાની મજા માણો

આ રીતે ઘરે બનાવો ડુંગળી ભીંડાનું શાક

Pyaj Bhindi Recipe: ડુંગળી ભીંડાનું શાક ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે. આ શાક તમે દહીં અને પરાઠાં સાથે ખાઓ છો તો ખાવાની બહુ જ મજા આવે છે. ભીંડાના શાક કરતા તમે પણ હવે ઘરે આ શાક ટ્રાય કરી જુઓ. આ શાક એક વાર બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભીંડાનું શાક એક એવું છે જે તમે એકલા બનાવો છો તો ખાવાની મજા આવતી નથી, પરંતુ જો તમે આમાં કોઇ ટિવસ્ટ કરીને ભીંડાનું શાક બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. તો આજે અમે તમને શીખવાડીશું ડુંગળી-ભીંડાનું શાક. આ શાક તમે દહીં સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે. આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. ઘણાં લોકો ઘરે દહીં ભીંડાનું શાક પણ બનાવતા હોય છે. ડુંગળી ભીંડાનું શાક તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને ચીકણું પણ નહીં થાય. આ શાક બનતા 30 મિનિટ જેટલો સમય લાગે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ શાક.

    સામગ્રી


    500 ગ્રામ ભીંડા

    બે ડુંગળી

    એક નાનો કટકો આદુ

    આ પણ વાંચો: ભૂલ્યા વગર રોજ આ ટાઇમે એક ચમચી ખાઓ કાળા તલ

    એક ચમચી જીરું

    અડધી ચમચી હળદર

    સ્વાદાનુંસાર તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત


    ડુંગળી ભીંડાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ભીંડાને ચોખ્ખા પાણીથી ધોઇ લો અને કોરા થવા માટે મુકો. ભીંડા થોડા કોરા થઇ જાય એટલે એ લૂંછી લો. જો ભીંડા પાણીવાળા હશે તો શાક ચીકણું બને છે. આ માટે ભીંડાને હંમેશા કોટનના કપડાથી લૂંછી લો. ત્યારબાદ આ ભીંડાને લાંબા ચીરામાં કટ કરી લો.

    આ પણ વાંચો: મા અંબાને નવમાં નોરતે પ્રસાદમાં ધરાવો 'દૂધનો હલવો'

    ભીંડા કટ થઇ જાય એટલે ડુંગળી લો અને એને પાતળી લાંબી કટ કરી લો. ત્યારબાદ એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને હિંગ નાંખો. ત્યારબાદ કટ કરેલી ડુંગળી નાંખો અને એને સાંતળી લો. આ ડુંગળી તમારે આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવાની રહેશે. આમાં પાણી નાંખવાનું નથી. પછી આદુ છીણીને એડ કરો. ડુંગળી પ્રોપર રીતે ફ્રાય થઇ જાય એટલે એમાં ભીંડા નાંખો.



    ભીંડા નાખ્યા પછી એકથી બે મિનિટ માટે એને થવા દો અને પછી આ શાકમાં લાલ મરચું, હળદર, મીઠું નાંખો અને બરાબર મિક્સ કરી લો. હવે ઢાંકણ ઢાંકીને આ શાકને 4 થી 5 મિનિટ માટે થવા દો. વચ્ચે વચ્ચે શાક હલાવતા રહો. જ્યારે ભીંડા નરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે ડુંગળી ભીંડાનું ટેસ્ટી શાક.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Onion, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन