Home /News /lifestyle / સડસડાટ વજન ઉતારવું છે? તો અઠવાડિયામાં એક વાર ખાઓ આ 'પરાઠા', ફિગર મસ્ત થઇ જશે
સડસડાટ વજન ઉતારવું છે? તો અઠવાડિયામાં એક વાર ખાઓ આ 'પરાઠા', ફિગર મસ્ત થઇ જશે
આ પરાઠા નાસ્તામાં ખાઓ
Peas paratha recipe: શિયાળાની સિઝનમાં પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. પરાઠા એક એવી વાનગી છે તમે જે ગમે તે સમયે ખાઓ તો ખાવાની બહુ જ મજા આવે છે. આ પરાઠા શિયાળામાં હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પરાઠા એક મસ્ત બ્રેકફાસ્ટ છે, જે મોટાભાગના ઇન્ડિયન ઘરમાં બનાવવામાં આવે છે. પરાઠા ખાવામાં હેલ્ધી અને પેટ ભરેલ રાખવાનું કામ કરે છે. ખાસ કરીને શિયાળામાં ફ્રેશ શાકભાજી આવતા હોવાને કારણે અલગ-અલગ પ્રકારના પરાઠા ખાવાની અને બનાવવાની મજા આવે છે. પરાઠામાં અનેક પ્રકારની વેરાયટી હવે તમને બજારમાં જોવા મળે છે જેમાં આલુ પરાઠા, પ્યાઝ પરાઠા, કોબીજના પરાઠા, મેથીના પરાઠા વગેરે..પણ શું તમે ઘરે ક્યારે પણ વટાણાં કે એટલે કે મટર પરાઠા ઘરે બનાવ્યા છે? જો ના તો તમે ચોક્કસ આ રીતે ઘરે મટર પરાઠા બનાવો. મટર પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. આ પરાઠા ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે. તો આ રીતે ઘરે બનાવો મટર પરાઠા.
હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધી લો અને 20 મિનિટ માટે ઢાંકી દો.
હવે પરાઠા માટેનું સ્ટફિંગ બનાવવા માટે વટાણાંને અધકચરા બાફી લો.
આ વટાણાને નોર્મલ ટેમ્પરેચર પર ઠંડા થવા દો.
હવે આ વટાણાને મેશ કરીને એમાં અજમો, મીઠું, લાલ મરચું, ધાણાજીરું, કોથમીર નાંખીને મિક્સ કરી લો.
ઘઉંના બાંધેલા લોટમાંથી લુઆ બનાવો.
આ લુઆમાં સ્ટફિંગ ભરીને વણીને લો.
ગેસ પર તવી ગરમ કરવા માટે મુકો.
તવી ગરમ થઇ જાય એટલે પરાઠા મુકો અને તેલથી શેકી લો.
તો તૈયાર છે મટર પરાઠા.
આ પરાઠાને તમે ટોમેટો સોસ કે દહીં સાથે ખાઓ છો તો બહુ જ મસ્ત લાગે છે.
તમારા ઘરમાં બધાને સ્પાઇસી ભાવે છે તો તમે મરચું વધારે નાંખી શકો છો. આ પરાઠા થોડા તમે સ્પાઇસી બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. આ પરાઠા તમે સરળતાથી ઘરે બનાવીને એને ખાવાની મજા લઇ શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર