Home /News /lifestyle /Palak dal khichdi recipe: પૌષ્ટિકતાથી ભરપૂર 'પાલક દાળની ખીચડી' બનાવો ઘરે, આ રીતે આદુ-લસણનો વઘાર કરો
Palak dal khichdi recipe: પૌષ્ટિકતાથી ભરપૂર 'પાલક દાળની ખીચડી' બનાવો ઘરે, આ રીતે આદુ-લસણનો વઘાર કરો
ઘરે બનાવો આ ટેસ્ટી ખીચડી
Palak dal khichdi recipe: પાલક દાળની ખીચડી ખાવાની બહુ જ મજા આવે છે. આ ખીચડી ટેસ્ટમાં પણ બહુ જ ટેસ્ટી બને છે. આ ખીચડી શિયાળામાં દરેક લોકોએ ખાવી જોઇએ. પાલક હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. પાલક શરીરમાં આયરનની ઉણપને પૂરી કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હળવો ખોરાક કોઇ ખાવાનું કહે તો સૌથી પહેલા ખીચડીનું નામ જ આવે. ખીચડી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પણ ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે. ખીચડી સ્વાદમાં જેટલી ટેસ્ટી હોય છે એટલી જ સારી હેલ્થ માટે સાબિત થાય છે. તો આજે અમે તમને પાલક દાળની ખીચડી બનાવતા શિખવાડીશું. પાલક દાળની ખીચડી તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. પાલક દાળની ખીચડી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પાલક દાળની ખીચડી.