Home /News /lifestyle /નોરતામાં ઉપવાસ કરો છો? તો બપોરે જમતી વખતે એક વાટકી પીઓ આ કઢી, જરા પણ નહીં લાગે થાક

નોરતામાં ઉપવાસ કરો છો? તો બપોરે જમતી વખતે એક વાટકી પીઓ આ કઢી, જરા પણ નહીં લાગે થાક

નવરાત્રીના ઉપવાસમાં પીઓ આ કઢી

Navratri Recipe: તમે પણ નવરાત્રિમાં ઉપવાસ કરો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. ઉપવાસમાં શરીરમાં સ્ટેમિના બની રહે એ ખૂબ જરૂરી છે. જો તમે ઉપવાસમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદા થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નોરતાંની શરૂઆત થઇ ગઇ છે ત્યારે માં અંબાના પહેલા નોરતાંમાં લોકો મન મુકીને નાચ્યા હતા. નોરતાંમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસ દરમિયાન શરીરમાં સ્ટેમિના બની રહે એ ખૂબ જરૂરી છે. આ સમયમાં તમે પણ ઉપવાસ કરો છો તો તમારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો તમે પણ ઉપવાસ કરી રહ્યા છો તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. આ વાનગી તમે સાંજના સમયે અથવા તો સવારમાં પણ ફરાળી ભાખરી સાથે કઢી લઇ શકો છો. આ બહુ હેલ્ધી છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો શિંઘોડાના લોટની કઢી. આ કઢી પીવાની બહુ જ મજા આવે છે.

    સામગ્રી


    300 ગ્રામ દહીં

    3 કપ શિંગોડાનો લોટ

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ફરાળી દહીંવડા

    બે ચમચી ઘી

    3 સુકા લાલ મરચાં

    એક ચમચી જીરું

    સ્વાદાનુંસાર મીઠું

    એક આદુનું ટુકડો

    એક ચમચી લીલા મરચાની પેસ્ટ

    6 થી 7 મીઠા લીમડાના પાન

    બનાવવાની રીત



    • શિંગોડાની કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં દહીં ફેંટી લો.


    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો લાપસી



      • ત્યારબાદ આમાં શિંગોડાનો લોટ મિક્સ કરો.

      • આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો.

      • મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે આ લોટમાં ગઠ્ઠા ના પડી જાય.

      • હવે એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે જીરું નાંખો.

      • જીરું એડ કર્યા પછી આદુ, લીલા મરચાની પેસ્ટ નાંખીને 20 સેકેન્ડ માટે થવા દો.

      • ત્યારબાદ ગેસ ધીમો કરો અને આમાં શિંગોડાના લોટમાંથી તૈયાર કરેલું ખીરું એડ કરો.

      • ઓછામાં ઓછું હવે 10 મિનિટ સુધી થવા દો.

      • ત્યારબાદ કઢીમાં મીઠું નાંખો અને મિક્સ કરી લો.

      • પછી એક પેન લો અને એમાં ઘી કરવા માટે મુકો.






    • ઘી ગરમ થઇ જાય એટલે આખા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાંખો.

    • ત્યારબાદ કઢી પર તડકો કરો.

    • તો તૈયાર છે સ્વાદિષ્ટ શિંગોડાની કઢી.

    • આ કઢી તમે એક વાટકી પી લો છો તો તમારામાં આખા દિવસની સ્ટેમિના બની રહે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Farali recipe, Life style, Navratri Recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन