સૌ પ્રથમ એક પેનમાં પાણી ઉકાળવા મૂકી તેમાં મેગીને બોઈલ કરી લો. હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં બાફેલી મેગી, ઝીણાં સમારેલાં ટામેટાં, કેપ્સિકમ, મીઠું, મરચું અને મેગી મસાલો એડ કરી મિક્સ કરી લો. પછી તેમાં જરૂર પ્રમાણે ચણાનો લોટ અને પાણી ઉમેરતાં જઈ ગોટા જેવું ખીરું તૈયાર કરી લો. તેમાં તમે ઝીણાં સમારેલાં લીલાં મરચાં અને કોથમીર એડ કરી લો. ધ્યાન રાખો કે ખીરું વધારે ઢીલું ન હોવું જોઈએ. ઢીલું થઈ પમ ગયું હોય તો ચણાનો લોટ ઉમેરી જાડું કરી લેવું.
હવે તળવા માટે તેલ ગરમ કરી ખીરાંમાંથી મીડિયમ સાઈઝના પકોડા ઉતારી લો. સહેજ ગોલ્ડન બ્રાઈન કલરના થાય એટલે પ્લેયમાં કાઢી ડુંગળી કે કેચપ સાથે સર્વ કરો. અને વરસાદી કે ઠંડક વાળા વેધરમાં ગરમા ગરમ મેગીના ભજીયાની મજા માણો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર