ટિકટૉક વીડિયો (Tiktok) માં અવાર નવાર અલગ અલગ વીડિયો બનાવવામાં આવે છે. પણ હવે એક ખાવાનું બનાવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અને તેમાં એટલા સરળ સામ્રગીથી કેક બનાવામાં આવી છે કે તમે પણ જોઇને ચોકી જશો. વળી જે લોકોના ઘરમાં ઓવન નથી તે લોકો માટે આ કેક વરદાન સમાન સાબિત થશે. કારણ કે આ કેકને તમે ઘરની સાદી કડાઇમાં ગેસ પર બનાવી શકશો. અને આ દ્વારા જ બાળકોની યમ્મી ચોકલેટ કેક ઘરે બનાવીને તેમને ખુશ કરી શકશો. આમ તો તમે અત્યાર સુધીમાં ટિકટોક પર અનેક ફની કે પછી ડાન્સિંગના વીડિયો જોયા હશે. ટિક ટોર તેની શાયરીઓ માટે પણ પ્રખ્યાત છે. પણ હાલ Tiktok viral video માં એક રેસેપી ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
જે જોઇને તમે ઘરે ઓવન વગર મસ્ત ચોકલેટ કેક બનાવી શકો છો. આ માટે તમારે ખાલી ઓરિયો બિસકીટ, દૂધ અને ઇનોની જરૂર છે. અને કોઇ પણ એક સારી નોનસ્ટીક કડાઇમાં બટર લગાવીને ઘરે જ આ ટેસ્ટી, સ્પનંજી કેક બનાવી શકો છો. જુઓ આ ટિકટોક વીડિયો.
ટિકટોક વીડિયોમાં બતાવ્યું તેમ ચોકલેટ કેક બનાવવા માટે તમારે 20 થી 25 ઓરિયો બિસ્કિટ લઇને તેમાં દોઢ કપ જેટલું દૂધ અને એક પેકેટ ઇનો નાંખવાનું રહેશે. અને તે પછી આ તમામ વસ્તુઓને મિક્સમાં નાંખી ક્રશ કરી સ્મૂધ ચોકલેટ કેક પેસ્ટ બનાવાની છે. તે પછી આ એક સારી નોનસ્ટીક કડાઇ લઇને તેની પર બટર લગાવો અને પછી બટર પેપર મૂકી ફરી થોડું વધુ બટર લગાવીને આ પેસ્ટને તેમાં મૂકો. પછી કડાઇને ગેસ પર મૂકી ઢાંકી દો. અને જ્યાં સુધી કેકમાં ચપ્પુ નાખો તો એકદમ ક્લીન થઇને ના નીકળે ત્યાં સુધી કેકની થવા દો. તે પછી તેને ફ્રેશ ક્રીમ કે ચોકલેટ સીરપથી આ કેકને ડેકોરેટ પણ કરી શકો છો. અને બસ ઘરે કડાઇમાં બનાવેલી તમારી યમ્મી ચોકલેટ કેક તૈયાર.