Home /News /lifestyle /

Recipe: છાશનો મસાલો બનાવવાની રીત

Recipe: છાશનો મસાલો બનાવવાની રીત

    ગરમીની શરૂઆત થતાં જ દહીં, છાશ, ઠંડા પીણા, કૂલર્સ વગેરે પીવાની તો જાણે લત લાગવા લાગે છે. પરંતુ ગરમીમાં શરીરને તાજગીસભર રાખવા કુદરતી પીણા વધુ પીવા જોઈએ જેવા કે છાશ, મિલ્કશેક કે જ્યૂસ વગેરે.. તો આવે આજે જણાવીએ એક એવા મસાલાની Recipe, જેને તમે છાશથી લઈને ફ્રુટ, સલાડ માં પણ નાખી શકાય છે.

    સામગ્રી:

    10 ચમચા મીઠું
    1 ચમચો સંચળ
    10 આખા મરી
    1 ચમચો જીરું
    2 તમાલ પત્ર
    1 ચમચો ફુદીના પાઉડર
    1 ચમચી સુંઠ પાઉડર
    1 ચમચો સૂકા ધાણા

    છાશ નો મસાલો બનાવવાની રીત:

    એક કઢાઈમાં આખા મરી, જીરું, ધાણા અને તમાલ પત્ર ઉમેરી ધીમા તાપે 5 મિનિટ શેકી લો. શેકાશે એટલે સુગંધ આવશે.
    શેકાય જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ પાડવા દો.
    ઠંડુ થાય એટલે મિક્ષર જાર માં લઇ તેને પીસી લો
    તેમાં મીઠું ઉમેરી ફરી એક વાર પીસી લો
    બરાબર પીસાય જાય એટલે એક વાસણમાં મસાલો કાઢી તેમાં સુંઠ પાઉડર, સંચળ અને ફુદીના પાઉડર મિક્સ કરી એર-ટાઈટ ડબ્બામાં મસાલો ભરી લો.
    આ મસાલો છાશ, ફ્રુટ, સલાડ માં પણ નાખી શકાય છે.
    Published by:Bansari Shah
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन