લાઇફસ્ટાઇલ ડેસ્ક: આદુનો ઉપયોગ ખાસ કરીને આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે. તેથી આ કોરોના કાળ અને શિયાળામાં જો આદુની વાનગી દરરોજ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય શારુ રહે છે. તો ચાલો જોઇ લઇએ ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાસ્થ્યવર્ધક આદું પાક બનાવવાની રીત પર..
બનાવવાની રીત - આદુની છોલી-ધોઈને એકદમ ઝીણું સમારી લેવું. તમે તેને છીણી પણ શકો છો. એક વાસણમાં ઘી મૂકી આદુને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું. ત્યારબાદ તેમાં ગોળ નાખવો.
ગોળ ઓગળીને પરપોટા થવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લેવું. તેમાં સમારેલાં કાજુ, બદામ નાખી ભેળવી લેવું. તેને ઠારીને ચોસલાં અથવા લાડુ વાળી લેવી. તૈયાર છે આદુ પાક.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર