Home /News /lifestyle /લસણ-ડુંગળી વગર આ રીતે 'પાલક પનીર'નું શાક બનાવો, સ્વાદમાં હોટલ જેવું જ..

લસણ-ડુંગળી વગર આ રીતે 'પાલક પનીર'નું શાક બનાવો, સ્વાદમાં હોટલ જેવું જ..

પાલક પનીરનું શાક શિયાળામાં ખાવાની મજા આવે છે.

Palak paneer sabji: પાલક પનીરનું શાક શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. આ સિઝનમાં પાલક એકદમ ફ્રેશ આવે છે જેના કારણે શાકમાં નેચરલી મીઠાશ આવે છે. તો આજે તમે પણ ઘરે બનાવો લસણ-ડુંગળી વગરનું પાલક પનીરનું શાક.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં બધા ઘરોમાં લસણ-ડુંગળી ખાવામાં આવતુ નથી. અમુક ઘર એવા હોય છે જે ક્યારે પણ લસણ-ડુંગળી ઘરમાં લાવતા હોતા નથી. એવામાં આપણને પ્રશ્ન થાય કે લસણ-ડુંગળીની ગ્રેવી વગર પંજાબી શાક કેવી રીતે બનાવવું. તો આજે અમે તમને પાલક પનીરનું શાક લસણ-ડુંગળી વગર ટેસ્ટી કેવી રીતે બને એ જણાવીશું. તમને આ વાંચીને એમ થશે કે પાલક પનીરનું શાક લસણ ડુંગળી વગર ટેસ્ટમાં કેવુ લાગે? આમ, જો તમને પણ આવો પ્રશ્ન થાય છે તો આ રીત તમે પણ નોંધી લો અને ઘરે બનાવો લસણ ડુંગળી વગરનું પાલક પનીરનું શાક.

સામગ્રી


એક પાલક

એક કપ પનીર

આ પણ વાંચો: આ દહીં ખાઓ અને વજન ઉતારો

એક નાની ચમચી આદુની પેસ્ટ

ત્રણથી ચાર લીલા મરચા

જરૂર મુજબ લાલ મરચું

હળદર

મીઠું

ગરમ મસાલો

ચાટ મસાલો

તેલ

તજ

લવિંગ

ટામેટાની પ્યૂરી

બનાવવાની રીત



  • લસણ-ડુંગળી વગર પાલક પનીરનું શાક બનાવવા માટે સૌ પ્રથમ પાલકને બે પાણીથી બરાબર ધોઇને ગરમ પાણીમાં ઉકાળવા માટે મુકી દો.

  • પછી આ પાલકની મિક્સરમાં પ્યુરી બનાવી લો. તમે ઇચ્છો છો તો પાલક એકદમ ઝીણો સમારીને પણ તમે લઇ શકો છો.


આ પણ વાંચો: આ રીતે ઠંડીમાં ઘરે બનાવો બાજરા સૂપ



    • હવે પનીરના ટુકડા કરી લો અને એને ઘીમાં પહેલા ફ્રાય કરી લો. આમ કરવાથી પનીરનો ટેસ્ટ અને સ્મેલ સારી આવે છે. તમે ઇચ્છો છો તો પનીર પર ચાટમસાલો નાંખીને પણ ફ્રાય કરી શકો છો.

    • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે આમાં જીરું, લવિંગ, હિંગ, તજના ટુકડા નાંખો અને એક સેન્કડ માટે થવા દો.

    • ત્યારબાદ આદુની પેસ્ટ નાંખીને સાંતળી લો.

    • આદુની પેસ્ટ સંતળાઇ જાય એટલે એમાં ટામેટાની પેસ્ટ નાંખો અને તેલ છૂટ્ટુ ના પડે ત્યાં સુધી સાંતળી લો.

    • હવે આમાં પાલકની પ્યુરી નાંખો અને એમાં બધા જ મસાલા કરી દો.

    • છેલ્લે પનીર નાખીને 7 થી 8 મિનિટ માટે થવા દો.






  • તો તૈયાર છે લસણ ડુંગળી વગરનું પાલક પનીરનું શાક.

  • આ શાક પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ શાકમાં તમારે મસાલા ઉપડતા કરવાના રહેશે.

First published:

Tags: Paneer, Recipes