Home /News /lifestyle /દિવસની શરૂઆત આ ‘ચા’ થી કરો, કોરોનાની ઝપેટમાં જલદી નહીં આવો અને ઇમ્યુનિટી બુસ્ટ થશે

દિવસની શરૂઆત આ ‘ચા’ થી કરો, કોરોનાની ઝપેટમાં જલદી નહીં આવો અને ઇમ્યુનિટી બુસ્ટ થશે

આ ચા પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.

Kesar chai recipe: કેસર વાળી ચા તમે ક્યારે પણ ના પીધી હોય તો એક વાર જરૂરથી ઘરે બનાવો અને રોજ સવારમાં પીઓ. આ ચા પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થવાને કારણે તમે અનેક રોગોથી બચી શકો છો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં શું તમે ક્યારે પણ કેસર વાળી ચા પીધી છે?  જો ના તો તમારે એક વાર પીવી જોઇએ. કેસર ચાની રેસિપી આજે અમે તમને શિખવાડીશું. જો તમે એક આ કેસર વાળી ચા પીશો તો ક્યારે સાદી ચા પીશો નહીં. કેસર વાળી ચા પીવાની બહુ જ મજા આવે છે. કેસર ચા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ ચા પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. ઇમ્યુનિટી વધારે છે અને સાથે બીજા અનેક ઘણાં ફાયદો પણ કેસર ટી પીવાથી થાય છે. કેસર ચા આ રીતે તમે મિનિટોમાં બનાવી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે આ ચા બનાવશો.

સામગ્રી


8 થી 10 કેસરના તાતણાં

અડધો કપ પાણી

3 થી 4 કપ દૂધ

આ પણ વાંચો:ઘરે સાન્તા કેક બનાવો અને બાળકોને સરપ્રાઇઝ આપો

એક આદુનો ટુકડો

એક ઇલાયચી

એક લવિંગ

સ્વાદાનુંસાર ખાંડ

બનાવવાની રીત



  • કેસર ચા બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી લો અને એમાં પાણી નાંખીને મિડીયમ ગેસ પર ગરમ કરવા માટે મુકો.

  • પાણી ગરમ થઇ જાય અને ઉકળવા લાગે એટલે એમાં કેસરના 8 થી 10 તાતણાં નાંખો.


આ પણ વાંચો:આ ઢોસાની હોટલમાં જોરદાર ડિમાન્ડ છે



    • કેસર નાંખ્યા પછી આદુનો ટુકડો અથવા તો ક્રશ કરેલું આદુ, લવિંગ, ચા પત્તી નાંખો અને ઉકાળો.

    • જ્યારે ઉકળવા લાગે ત્યારે એમાં દૂધ અને સ્વાદાનુંસાર ખાંડ નાંખો.

    • હવે ચાને 1 થી 2 મિનિટ સુધી ઉકાળી લો.

    • પછી ગેસ ફાસ્ટ-ધીમો કરો અને ચા ઉકાળો.

    • હવે એક સર્વિંગ કપ લો અને એમાં ચાને ગળણીથી મદદથી ગાળી લો.

    • ત્યારબાદ ચાની ઉપર 2 થી 3 કેસરના તાંતણા નાંખો.

    • સ્વાદ અને પૌષ્ટિક્તાથી ભરપૂર કેસરની ચા બનીને તૈયાર છે.

    • આમ, જો તમે દિવસની શરૂઆત આ ચાથી કરો છો તો સૌથી બેસ્ટ છે.

    • આ ચા કોરોના કાળમાં અને ઠંડીમાં તમે પીઓ છો તો સૌથી બેસ્ટ છે. આ ચા પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને સાથે તમે વાયરલ ઇન્ફેક્શનથી પણ બચો છો.






  • આ ચા પીવાથી શરીરમાં ગરમાવો રહે છે.

  • આ ચા તમે બાળકોને પણ પીવડાવો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

First published:

Tags: Immunity booster, Recipes, Winter recipe