Home /News /lifestyle /માત્ર 20 મિનિટમાં ઘરે બનાવો ન્યુટ્રિએન્ટ્સથી ભરપૂર 'બાજરા સૂપ', હેલ્થ માટે છે ફાયદાકારક
માત્ર 20 મિનિટમાં ઘરે બનાવો ન્યુટ્રિએન્ટ્સથી ભરપૂર 'બાજરા સૂપ', હેલ્થ માટે છે ફાયદાકારક
બાજરા સૂપ પીવાની બહુ જ મજા આવે છે.
Bajra soup recipe: શિયાળામાં ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શિયાળામાં તમે સૂપ પીઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તો આજે અમે તમને બાજરા સૂપની રેસિપી જણાવી છે જે તમે ઘરે બનાવીને પીઓ છો તો હેલ્થને અનેક ફાયદો થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પોટેશિયમ, મેગ્નેશિયમથી ભરપૂર બાજરા સૂપ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. બાજરા સૂપ શરીરમાં ગરમાવો લાવે છે અને સાથે હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. લંચ કે ડિનરમાં તમે બાજરાનો સૂપ બનાવીને પીઓ છો તો મજ્જા પડી જાય છે. શિયાળાની સિઝનમાં આ સૂપ પીવાની મજા કંઇક અલગ જ આવે છે. બાજરા સૂપ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. બાજરા સૂપ તમે શિયાળામાં પીઓ છો તો શરીરમાં અનેક બીમારીઓ એન્ટ્રી કરતી નથી. તો આજે અમે તમને જણાવીશું કે બાજરા સૂપ ઘરે કેવી રીતે બનાવશો. બાજરા સૂપ તમે આ પ્રોપર રીતે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે. તો નોંધી લો તમે પણ આ રીત..
ત્યારબાદ ચોખાને સાફ કરીને બે પાણીથી ધોઇને એક પ્લેટમાં લઇ લો.
જ્યારે કુકરનું પાણી ઉકળવા લાગે ત્યારે બાજરીનો લોટ અને ચોખા નાંખો.
એક મોટી ચમચીની મદદથી આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.
સ્વાદાનુંસાર મીઠું નાંખીને મિક્સ કરી લો.
હવે કુકરનું ઢાંકણ બંધ કરી દો અને બેથી ત્રણ સીટી વગાડો.
ગેસ બંધ કરી દો અને કુકરનું પ્રેશર રિલીઝ થવા દો.
કુકરમાં પ્રેશર રિલીઝ થઇ જાય એટલે ઢાંકણ ખોલી દો અને સર્વિંગ બાઉલમાં તૈયાર બાજરાનો સૂપ નિકાળી દો.
આ સૂપ પર કાળા મરીનો પાવડર નાંખો અને ચમચીથી મદદથી હલાવી દો.
સ્વાદ અને પૌષ્ટિક્તાથી ભરપૂર બાજરા સૂપ બનીને તૈયાર થઇ ગયો છે.
આ સૂપ તમે પણ શિયાળામાં પીવાનું રાખો. બાજરીમાં રહેલા અનેક પોષક તત્વો તમારા શરીરની અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો તમે પણ મોડુ કર્યા વગર આજે જ ઘરે બનાવો બાજરા સૂપ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર