Home /News /lifestyle /New Year 2023 Sweet Recipe: નવા વર્ષને ખાસ બનાવવા ઘરે બનાવો 'અંજીરની ખીર', અને લોકોને કરાવો મોં મીઠું
New Year 2023 Sweet Recipe: નવા વર્ષને ખાસ બનાવવા ઘરે બનાવો 'અંજીરની ખીર', અને લોકોને કરાવો મોં મીઠું
અંજીર ખીર અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે.
Anjeer kheer recipe: ન્યૂ યરના દિવસે અંજીર ખીર તમે પણ ઘરે બનાવો. આ સ્વીટ ડિશ નવા વર્ષ માટે એકદમ પરફેક્ટ છે. અંજીર ખીર તમે આ પ્રોપર રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો નવા વર્ષને વધાવવા માટે તૈયાર છે. ન્યૂ યર સેલિબ્રેશન માટે અંજીરની ખીર એક બેસ્ટ સ્વીટ ડિશ છે. અંજીરની ખીર માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમ, જો તમે ન્યૂ યર સેલિબ્રેશન અંજીર ખીર સાથે કરો છો તો તમારો વટ પડી જાય છે. અંજીર ખીર મોંમા મીઠાશ લાવવાનું કામ કરે છે. તમે આ પણ આ ખાસ દિવસે અંજીર ખીર ટ્રાય કરી શકો છો. સામાન્ય કરતા અંજીર ખીર અલગ હોય છે. અંજીરમાંથી બનતી અંજીર ખીર અનેક ગુણોનો ભંડાર હોય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો અંજીર ખીર.
દૂધમાં શેકેલા અંજીર નાંખીને 4 થી 5 કલાક માટે પલાળી રાખો.
પછી કડાઇમાં ઘી ગરમ કરવા માટે મુકો અને એમાં ખારેક અને છાલ ઉતારેલી બદામ નાખીને 1 થી 2 મિનિટ માટે શેકી લો.પછી મિક્સરમાં બદામ, ખારેક, લીલી ઇલાયચી નાખીને ગ્રાઇન્ડ કરી લો.
હવે પલાળેલા અંજીર વાળુ દૂધ પણ મિક્સરમાં આ બધી વસ્તુઓ સાથે પીસી લો.
પછી આ પેસ્ટને એક વાસણમાં લઇ લો.
આ પ્રોસેસ પૂરી થઇ જાય પછી કડાઇમાં ઘી ગરમ કરવા માટે મુકો.
ઘી ગરમ થઇ જાય એટલે વધેલા ડ્રાય ફ્રૂટ્સને પણ શેકી લો.
પછી કન્ડેસ્ડ મિલ્ક એડ કરો અને અંજીરની ખીર થવા દો.
4 થી 5 મિનિટ રહીને સ્વાદાનુંસાર ખાંડ નાંખો અને ખીર થવા દો.
નાના વાસણમાં દૂધ લો અને એમાં કેસર નાંખીને બરાબર ગરમ કરી લો.
કેસર વાળુ દૂધ ખીરમાં નાખો અને મિક્સ કરી લો.
હવે ગેસ બંધ કરી દો.
સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર અંજીર ખીર બનીને તૈયાર થઇ ગઇ છે.
પિસ્તાની કતરણ અને અંજીરના ટુકડાથી ગાર્નિશ કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર