Home /News /lifestyle /તીખાં તમતમતાં મિર્ચી વડા આ રીતે ઘરે બનાવો, ફટાફટ ટેસ્ટી બનાવવા જોઇ લો આ VIDEO
તીખાં તમતમતાં મિર્ચી વડા આ રીતે ઘરે બનાવો, ફટાફટ ટેસ્ટી બનાવવા જોઇ લો આ VIDEO
મિર્ચી વડા ખાવાની મજા આવે છે.
Mirchi vada recipe: મિર્ચી વડા ખાવાની બહુ જ મજા આવે છે. મિર્ચી વડા તમે આ રીતે ઘરે બનાવો છો તો પ્રોપર ટેસ્ટમાં મસ્ત બનશે. આ મિર્ચી વડા તમે વિડીયોમાં જોઇને સરળતાથી ઘરે બનાવી શકો છો. આ વડા તમે એક વાર ખાશો તો વારંવાર ખાવાની ઇચ્છા થશે. તો નોંધી લો તમે પણ આ રેસિપી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્ટ્રીટ ફૂડમાં સમોસા, કચોરીની સાથે જ મિર્ચી વડા ઘણાં ડિમાન્ડમાં રહેતા હોય છે. મિર્ચી વડા અનેક લોકોના ફેવરેટ હોય છે. આ વડા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. રાજસ્થાનના મિર્ચી વડા બહુ ફેમસ છે. પરંતુ અનેક લોકોની ફરિયાદ હોય છે કે મિર્ચી વડા ટેસ્ટમાં ટેસ્ટી બનતા નથી. આમ, જો તમને પણ આવી સમસ્યા થાય છે તો મિર્ચી વડા બનાવતી વખતે ફોલો કરો આ ટિપ્સ. આ રીતે તમે મિર્ચી વડા બનાવશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. તમે કંઇક તીખું ખાવા ઇચ્છો છો તો મિર્ચી વડા એક બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો મિર્ચી વડા.
આજે અમે તમને મિર્ચી વડાનો એક વિડીયો રેસિપી શેર કરી રહ્યા છે. આ વિડીયોમાં જોઇને તમે મિર્ચી વડા બનાવશો તો મસ્ત બનશે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ એક યુઝર્સ એકાઉન્ટ (@blendserve) પર આ રેસિપી પોસ્ટ કરી છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો મિર્ચી વડા.
બનાવવાની રીત
સ્વાદથી ભરપૂર મિર્ચી વડા બનાવવા માટે સૌ પ્રથમ લાંબા અને તાજા લીલા મરચા લો.
પછી આ મરચાને ધોઇને એમાં વચ્ચેથી ચીરા પાડી લો.
એક મિક્સર બાઉલ લો અને એમાં બટાકા મેશ કરીને એમાં લાલ મરચું, હળદર, જીરું પાવડર, સ્વાદાનુંસાર મીઠું અને કોથમીર નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
આ તૈયાર સ્ટફિંગને લો અને વચ્ચેથી કટ કરેલા મરચાની અંદર ભરો. આ સાથે જ સ્ટફિંગ કરેલા મરચાને બેસનમાં ડીપ કરો. બેસન પાણી નાંખીને મિક્સ કરી દો. પછી આ બેસનમાં લાલ મરચુ. હળદર નાંખો અને મિક્સ કરો.