Home /News /lifestyle /Malai Paneer Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'મલાઇ પનીર'નું શાક આ રીતે ઘરે બનાવો, ખાવાની મજા પડી જશે

Malai Paneer Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'મલાઇ પનીર'નું શાક આ રીતે ઘરે બનાવો, ખાવાની મજા પડી જશે

આ રીતે ઘરે બનાવો મલાઇ પનીરનું શાક

Malai paneer recipe: મલાઇ પનીરનું શાક અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ શાક સાથે તમે બટરના પરોઠાં બનાવો છો તો વધારે ટેસ્ટી લાગે છે. આ શાક નાના બાળકોથી લઇને મોટાં એમ દરેક લોકોનું પ્રિય હોય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પનીરનું શાક દરેક લોકોને ભાવતું હોય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે નાના બાળકોને પનીરનું શાક અથવા તો પનીર આપો તો એ એકલું જ જમી લે છે. પનીરમાં રહેલા તત્વો શરીરને અનકે રીતે ફાયદો પહોંચાડે છે. ઘણાં લોકોના ફ્રિજમાં રોજ માટે પનીર પડ્યું જ હોય છે. કેન્સર જેવા રોગોમાં પણ ડોક્ટર પનીર ખાવાની સલાહ આપતા હોય છે. તો આજે અમે તમને પનીરની એક મસ્ત રેસિપી શિખવાડીશું. જે તમે એક વાર ઘરે બનાવીને ખાશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મલાઇ પનીરનું શાક. જો તમે આ રીતે પનીરનું શાક ઘરે બનાવશો તો ટેસ્ટમાં રેસ્ટોરન્ટ જેવું જ બનશે અને ખાવાની પણ મજા આવશે.

સામગ્રી


બે કપ પનીર

એક ડુંગળી

½ મલાઇ અથવા ક્રીમ

એક ટી.સ્પૂન આદુ-લસણની પેસ્ટ

આ પણ વાંચો: રાજસ્થાની 'હળદરનું શાક' આ રીતે બનાવો ઘરે

½ ટી.સ્પૂન લાલ મરચું

એક ટી.સ્પૂન ધાણાજીરું

¼ ટી.સ્પૂન ગરમ મસાલો

½ ટી.સ્પૂન કસૂરી મેથી

¼ ટી.સ્પૂન હળદર

ઝીણી સમારેલી કોથમીર

2 ટી.સ્પૂન તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • મલાઇ પનીર બનાવવા માટે સૌ પ્રથમ પનીર લો એને એના ચોરસ કટકા કરી લો.

  • ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો.

  • ડુંગળી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો.

  • હવે આદુ-લસણની પેસ્ટ નાંખો અને સાંતળો.

  • આ પેસ્ટ એડ કર્યા પછી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ ધીમો કરીને એમાં ધાણાજીરું, હળદર અને લાલ મરચું નાંખીને આ બધું મિક્સ કરી લો.


આ પણ વાંચો: નવરાત્રીમાં પ્રસાદી માટે આ રીતે બનાવો 'સુગર ફ્રી શીરો'

  • 5 થી 7 મિનિટ બાદ પનીરના કટકા એડ કરો અને આ મસાલાની સાથે સારી રીતે મિક્સ કરી લો.

  • એક મિનિટ પછી પનીરમાં ક્રીમ નાંખો અને સારી રીતે મિક્સ કરી લો.

  • આ બધી પ્રોસેસ થઇ જાય પછી ગેસની ફ્લેમ મિડીયમ કરીને શાકને થવા દો.

  • ત્યારબાદ ગરમ મસાલા સહિત બીજા સુકા મસાલા અને સ્વાદાનુંસાર મીઠું નાંખો.

  • 2-3 મિનિટ રહીને ગેસ બંધ કરી દો.

  • તો તૈયાર છે સ્વાદિષ્ટ મલાઇ પનીરનું શાક.

  • આ શાક બનીને તૈયાર થઇ જશે એટલે એમાંથી મસ્ત સ્મેલ આવવા લાગશે.

First published:

Tags: Paneer, Recipes, Salt