Home /News /lifestyle /Veg Momo Recipe: મેંદાના નહીં, સોજીમાંથી આ રીતે ઘરે બનાવો ટેસ્ટી મોમોસ, VIDEO જોઇને ઘરે ફટાફટ બનાવો
Veg Momo Recipe: મેંદાના નહીં, સોજીમાંથી આ રીતે ઘરે બનાવો ટેસ્ટી મોમોસ, VIDEO જોઇને ઘરે ફટાફટ બનાવો
વેજ મોમોસ ખાવાની મજા આવે છે.
Veg Momo Recipe: મોમોસ ભલે એક વિદેશી ડિશ હોય પરંતુ હાલમાં દરેક જગ્યાએ ખૂબ જ ફેમસ થઇ રહી છે. નોનવેજ મોમોસની સાથે-સાથે વેજ મોમોસ પણ ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. આ મોમોસ તમે સોજીમાંથી સરળતાથી બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વેજ મોમોસનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. વેજ મોમોસ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આ એક વિદેશી ડિશ છે જે આપણાં ત્યાં હાલમાં ખૂબ ફેમસ થઇ રહી છે. હવે તો મોમોસમાં પણ અનેક પ્રકારની વેરાયટી આવે છે. સામાન્ય રીતે મોમોસ બનાવવા માટે મેંદાનો ઉપયોગ થતો હોય છે. મેંદો ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે છે પરંતુ એ પચવામાં સરળ હોતો નથી. એવામાં આજે અમે તમને સોજીના મોમોસ બનાવવાની રીત જણાવીશું. વેજ મોમોસ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ યુઝર એકાઉન્ટ (@chandni_foodcorner) એ વેજ મોમોસની રેસિપી શેર કરી છે. આ વિડીયોમાં જોઇને તમે પણ સરળતાથી ઘરે બનાવી શકો છો.