Home /News /lifestyle /લીલું લસણ, ડુંગળી જેવા અનેક મસાલાઓથી ભરપૂર મહેસાણાંના 'ફેમસ ટોઠા' ઘરે બનાવો

લીલું લસણ, ડુંગળી જેવા અનેક મસાલાઓથી ભરપૂર મહેસાણાંના 'ફેમસ ટોઠા' ઘરે બનાવો

તુવેર ટોઠા ઘરે બનાવવાની રીત

Tuver totha recipe: તુવેરના ટોઠા શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. આ રીતે તમે ટોઠા ઘરે બનાવો છો તો ટેસ્ટી બને છે. તુવેરના ટોઠા તમે સરળતાથી ઘરે બનાવીને એની મજા માણી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં અનેક વાનગીઓ એવી હોય છે જે ખાવાની બહુ જ મજા આવે છે. ખાસ કરીને ટોઠા..તમારા મોંમાં પણ પાણી આવી ગયુ ને...ઠંડીમાં આપણને કોઇ ટોઠા અને બ્રેડ અથવા કુલ્ચા આપે છો તો ખાવાની મજ્જા પડી જાય છે. ટોઠાની વાનગી ગુજરાતમાં બહુ જ લોકપ્રિય બની ગઇ છે. ખાસ કરીને મહેસાણાની આ ફેમસ ડિશ છે. તો આજે અમે તમને તુવેરના ટોઠા બનાવતા શિખવાડીશું. તમે આ રીતે ઘરે તુવેરના ટોઠા બનાવો છો તો ટેસ્ટમાં મહેસાણાં જેવા જ બનશે અને ખાવાની બહુ જ મજા આવશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો તુવેરના ટોઠા.

    સામગ્રી


    બે કપ તુવેર

    બે કપ ટામેટાની પ્યુરી..ટામેટા લાલ લેવા

    આ પણ વાંચો: આ રીતે ઘરે તૈયાર કરો પિઝા બેસ

    બે ઝીણી સમારેલી ડુંગળી

    આદુ મરચાની પેસ્ટ

    50 ગ્રામ લીલું લસણ

    અડધી વાટકી લીલી ડુંગળી

    એક ચમચી તેલ

    હળદર

    સ્વાદાનુંસાર મીઠું

    લાલ મરચુ

    એક ચમચી ગરમ મસાલો પાવડર

    બનાવવાની રીત



    • ટોઠા બનાવવા માટે સૌ પ્રથમ તુવેરને 5 થી 6 કલાક માટે ગરમ  પાણીમાં પલાળો.

    • ત્યારબાદ આ ટોઠાને કુકરમાં બાફવા મુકો અને 5 થી 6 સીટી વગાડો.

    • ટોઠા બફાઇ જાય એટલે એક વાસણમાં લઇ લો.


    આ પણ વાંચો: વજન ઉતારવું હોય તો સવારના નાસ્તામાં ખાઓ આ પરાઠા



      • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે એમાં આદુ-મરચા અને લસણ નાંખીને સાંતળી લો.

      • પછી આમાં ડુંગળીની પ્યુરી નાંખીને સાંતળી લો.

      • ટામેટાની પ્યુરી નાંખો અને તેલ છુટ્ટૂ પડે ત્યાં સુધી સાંતળો.

      • હવે બાફેલી તુવેરને આમાં એડ કરી દો.

      • આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.

      • તુવેર નાખ્યા પછી લાલ મરચું, ગરમ મસાલો, હળદર, મીઠું, લીંબુનો રસ નાંખો અને 7 થી 8 મિનિટ માટે થવા દો.

      • ત્યારબાદ છેલ્લે લીલી ડુંગળી નાંખો અને એક મિનિટ માટે થવા દો.

      • તો તૈયાર છે તુવેરના ટોઠા.






    • આ ટોઠાને એક પ્લેટમાં લઇ લો અને ઉપરથી કાચુ લીલું લસણ ભભરાવો આમ કરવાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે.

    • આ ટોઠાની સાથે તમે બ્રેડ કે કુલ્ચા ખાઓ છો તો મજ્જા પડી જાય છે. આ ટોઠા શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes, Winter recipe

    विज्ञापन
    विज्ञापन