Home /News /lifestyle /ટામેટાની ખાટી-મીઠી ચટણી આ રીતે બનાવો માત્ર 10 મિનિટમાં ઘરે, નહીં પડે શાકની પણ જરૂર

ટામેટાની ખાટી-મીઠી ચટણી આ રીતે બનાવો માત્ર 10 મિનિટમાં ઘરે, નહીં પડે શાકની પણ જરૂર

આ ચટણી ખાવાની મજા આવે છે.

Tomato chutney recipe: ટોમેટો ચટણી તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે. આ ચટણી તમે ડિનર તેમજ લંચમાં ખાઇ શકો છો. ટોમેટો ચટણી આ રીતે બનાવશો તો માત્ર 10 જ મિનિટમાં ઘરે બની જશે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુણોથી ભરપૂર ટામેટા અનેક પ્રકારની રસોઇમાં કામમાં આવે છે. ટામેટા માત્ર શાકમાં જ નહીં પરંતુ બીજી અનેક રીતે કામમાં આવે છે. આજે અમે તમને ટામેટાની ચટણી બનાવતા શીખવાડીશું. ટામેટાની ચટણી તમે આ રીતે ઘરે બનાવો છો તો મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે. આ ચટણી માત્ર 10 જ મિનિટમાં તમે ઘરે બનાવી શકો છો. ટામેટાની ચટણી સ્વાદ વધારવાનું કામ કરે છે. આ ચટણી તમે પરાઠા સાથે ખાઓ છો તો મજ્જા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ટામેટાની ચટણી.

સામગ્રી


4 થી 5 ટામેટા

5 થી 7 લસણની કળી

આ પણ વાંચો:ચીઝી ચીલી નાન ઘરે બનાવો અને ખાવાની મજા માણો

3 થી 4 લીલા મરચા

બે ચમચી કોથમીર

એક ચમચી ક્રશ કરેલુ આદુ

અડધી ચમચી જીરું

અડધી ચમચી ખાંડ

¼ ચમચી આમચૂર પાવડર

એક ચમચી તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • ટામેટાની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાને સારી રીતે ધોઇ લો અને પછી એના મોટા-મોટા કટકા કરી લો.


આ પણ વાંચો:બીટમાં આ ફ્રૂટ નાંખો અને પછી જ્યૂસ કાઢો



    • પછી લસણ, લીલા મરચા, કોથમીરને ઝીણી સમારી લો.

    • હવે એક કડાઇમાં એક ચમચી તેલ નાંખો અને ગરમ કરી લો.

    • તેલ ગરમ થઇ જાય એટલે ઝીણું સમારેલું લસણ, લીલા મરચા અને જીરું નાખીને થોડી વાર માટે શેકી લો.

    • જ્યારે મસાલા શેકાઇ જાય પછી ટામેટાના ટુકડા નાંખો.

    • પછી કોથમીર અને સ્વાદાનુંસાર મીઠું નાંખો.

    • આ બધી જ સામગ્રીઓને મિક્સ કરી લો.

    • કડાઇમાં ઢાંકણ ઢાંકીને ટામેટાને નરમ થવા દો.

    • ટામેટામાં ખાંડ અને આમચૂર મિક્સ કરીને થોડી વાર માટે થવા દો.

    • પછી ગેસ બંધ કરી દો.

    • તમને મીઠી ચટણી ગમે છે તો આમાં ખાંડ નાંખી શકો છો, નહીં તો ઇગ્નોર કરવું.

    • સ્વાદથી ભરપૂર ટામેટાની ચટણી બનીને તૈયાર છે.

    • આ ચટણી તમે પરાઠા, રોટી સાથે ખાઓ છો મજ્જા પડી જાય છે.






  • આ ટામેટાની ચટણી તમને 2 થી 3 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

  • આ ટામેટાની ચટણી તમે લંચ તેમજ ડિનરમાં ખાઓ છો તો પણ મજ્જા પડી જાય છે.

  • તો તમે પણ ઘરે બનાવો આ ચટણી અને ખાવાની મજા માણો.

First published:

Tags: Life Style News, Recipes