Home /News /lifestyle /આ રીતે ઘરે તૈયાર કરો પિઝા બેસ, બન્યા પછી મેંદાનો લોટ મોંમા નહીં આવે અને ટેસ્ટી બનશે
આ રીતે ઘરે તૈયાર કરો પિઝા બેસ, બન્યા પછી મેંદાનો લોટ મોંમા નહીં આવે અને ટેસ્ટી બનશે
ઘરે પીઝા બેસ તૈયાર કરો
Pizza base recipe: પિઝા ખાવાની બહુ જ મજા આવતી હોય છે. પિઝા એક એવી વાનગી છે જે નાના બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોને ભાવતા હોય છે. જો કે પિઝા બનાવતી વખતે મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે પિઝામાં મેંદાનો ટેસ્ટ વઘારે આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નાના બાળકોને પિઝા બહુ ભાવતા હોય છે. પિઝા ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. પરંતુ પિઝા ટેસ્ટમાં સારા ના બન્યા હોય તો ખાવાનો આખો મુડ બગડી જાય છે. આ માટે પિઝા બનાવતી વખતે ખાસ કરીને એનો બેઝ ટેસ્ટી હોય એ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે મોટાભાગનાં લોકો જ્યારે પીઝા બનાવે ત્યારે ખાસ કરીને એનો બેઝ પ્રોપર બનતો હોતો નથી જેના કારણે એ ટેસ્ટમાં સારા બનતા નથી અને ખાવાની મજા બગડી જાય છે. આમ, જો તમને પણ આવી સમસ્યા થાય છે તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે વધુમાં..
જ્યારે તમે પિઝા બનાવવા માટે લોટ બાંધો ત્યારે ખાસ કરીને હાથના નખને ચોખ્ખા કરી લો. આ લોટને મસળવાનો વઘારે હોય છે. આ માટે તમારા નખ ગંદા હોય તો મેલ લોટમાં ભળી શકે છે. પિઝા બનાવવા માટે સૌ પ્રથમ સોફ્ટ લોટ બાંધી લો. બેઝ સારો હશે તો પિઝા ખાવાની મજા આવશે.
લોટ બાંધ્યા પછી 15 થી 20 મિનિટ રહેવા દો
ખાસ ધ્યાન એ રાખો કે જ્યારે લોટ બંધાઇ જાય એ પછી 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે રહેવા દો. હવે લોટમાં યીસ્ટ નાંખો અને ફરીથી 5 મિનિટ માટે મસળીને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
જ્યારે તમે પીઝા બેસ બનાવો ત્યારે ખાસ કરીને એને સ્ટ્રેચ કરો. લોટ બાંધ્યા પછી બને એમ વધારે સ્ટ્રેચ કરો જેથી કરીને પિઝા ખાવાની મજા આવે. પિઝા બેસ બને એમ પાતળો બનાવો. સામાન્ય રીતે બેસ સારો ના હોય તો પિઝા ખાવાની મજા આવતી નથી.
તમે મેંદાનો ઉપયોગ કરવા ઇચ્છતા નથી તો રાઇજિંગ લોટનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આ લોટમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા તમારે મિક્સ કરવાનો રહેશે. આમ, જો તમારા ઘરે પિઝા બેસ સારો બનતો નથી તો આ પ્રોપર રીતે તમે લોટ બાંધો. આ રીતે તમે લોટ બાંધીને પછી પિઝા કરશો તો મેંદાનો ટેસ્ટ ઓછો આવશે અને ટેસ્ટી બનશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર