Home /News /lifestyle /Dinner Recipe: પનીરમાંથી ઘરે બનાવો આ શાહી પનીરનું શાક, આંગળા ચાટતા રહી જશે લોકો, મિનિટોમાં બની જશે
Dinner Recipe: પનીરમાંથી ઘરે બનાવો આ શાહી પનીરનું શાક, આંગળા ચાટતા રહી જશે લોકો, મિનિટોમાં બની જશે
આ સબ્જી નાન સાથે ખાવાની મજા આવે છે.
paneer pasanda recipe: પનીર પસંદા સબ્જી તમે આ રીતે ઘરે બનો છો મસ્ત બને છે અને ખાની પણ મજા આ છે. પનીર પસંદા સબ્જી તમે નાન, પરાઠા સાથે ખાઓ છો ખાની મજ્જા પડી જાય છે. તો તમે પણ જદી નોંધી આ રેસિપી અને ઘરે બનાવો.
લાઇફ સ્ટાઇ ડેસ્ક: જ્યારે ડિનરની વાત આવે ત્યારે સામાન્ય રીતે અનેક લોકો કન્ફ્યૂઝ રહેતા હોય છે. ડિનરને લઇને લોકોની અલગ-અલગ માન્યતાઓ રહેલી હોય છે. કોઇ ભારે ખાવાનું પસંદ કરે છે તો કોઇ હલકો ખોરાક ખાવાનું પસંદ કરતા હોય છે. તો આજે અમે તમને એક મસ્ત રેસિપી જણાવીશું જેની મદદથી તમે ઘરે સબ્જી બનાવીને ખાવાની મજા માણી શકશો. તો તમે પણ ઘરે બનાવો પનીર પસંદા. તમે આ રીતે પનીર પસંદાની સબ્જી ઘરે બનાવશો તો ખાવાની મજા આવશે અને પ્રોપર ટેસ્ટમાં હોટલ જેવી જ બનશે તો તમે પણ ઘરે આ રીતે બનાવો પનીર પસંદા.
સામગ્રી
250 ગ્રામ પનીર
એક કપ પનીર
8 થી 10 બદામ
8 થી 10 કાજુ
1 ચમચી કટ કરેલા પિસ્તા
બે ચમચી કોર્નફ્લોર
એક ચમચી કિશમિશ
એક ચમચી આદુની પેસ્ટ
2 થી 3 ઝીણાં સમારેલા મરચા
4 થી 5 ટામેટા
અડધી ચમચી જીરું
એક ચમચી કસુરી મેથી
એક ચમચી હિંગ
એક ચમચી મરચું
એક નાની ચમચી ગરમ મસાલો
જરૂરિયાત અનુસાર મીઠું
જરૂર મુજબ તેલ
બનાવવાની રીત
પનીર પસંદા બનાવવા માટે સૌ પ્રથમ પનીરને કટ કરી લો .
હવે કાજુ-બદામને ઝીણાં સમારી લો .
ટામેટા, લીલા મરચા અને કોથમીરને કટ કરી લો.
સ્ટફિંગ માટે થોડુ પનીર મેશ કરી લો અને આમાં કટ કરેલા કાજુ-બદામ મિક્સ કરી લો.
પછી કોથમીર, મીઠુ નાંખીને બરાબર મિક્સ કરી લો.
એક બાઉલ લો અને એમાં કોર્નફ્લોર લઇને થોડુ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
આમાં એક ચપટી મીઠું નાખીને મિક્સ કરી લો.
સ્ટફિંગ માટે પનીરના ટુકડાને વચ્ચેથી થોડુ કટ કરી લો.
કટ કરેલા પનીરને ટુકડામાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લો અને પ્રેશ કરીને એક સાઇડમાં મુકતા જાવો.
એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે પનીરના ટુકડાને કોર્નફ્લોરમાં ડિપ કરીને નિકાળીને પકોડાની જેમ ફ્રાય કરી લો.
ગોલ્ડન રંગના થઇ જાય પછી એક પ્લેટમાં લઇ લો.
હવે મિક્સરમાં ટામેટા, લીલા મરચા નાંખીને પીસ કરી લો.
એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
હવે આમાં જીરું, હિંગ અને આદુની પેસ્ટ નાંખો.
પછી ટામેટાની પેસ્ટ નાંખો અને સાંતળી લો.
થોડી વાર પછી ગરમ મસાલો, હળદર, મીઠું અને બીજા મસાલા નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
જ્યારે મસાલા તેલમાંથી અલગ થઇ જાય ત્યારે ક્રીમ નાંખો અને સારી રીતે મિક્સ કરી લો.
એક કપ પાણી નાંખો અને ઉભરો આવે ત્યાં સુધી થવા દો.
તૈયાર ગ્રેવીમાં પનીર નાંખો અને સારી રીતે મિક્સ કરી લો.
કોથમીરથી ઉપરથી ગાર્નિશ કરો.
તો તૈયાર છે પનીર પસંદા.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર