Home /News /lifestyle /વસાણાં વીક: સૂંઠ-ગંઠોડાથી ભરપૂર 'મેથીના લાડુ' આ રીતે બનાવો ઘરે, મેથીને પીસવાથી લઇને ખાસ રાખો આ ધ્યાન

વસાણાં વીક: સૂંઠ-ગંઠોડાથી ભરપૂર 'મેથીના લાડુ' આ રીતે બનાવો ઘરે, મેથીને પીસવાથી લઇને ખાસ રાખો આ ધ્યાન

મેથીના લાડુ બનાવવાની રીત

Methi laddu recipe: મેથીના લાડુ દરેક લોકોએ શિયાળામાં ખાવા જોઇએ. મેથીના લાડુ ખાવાથી કમરના દુખાવાથી લઇને સાંધાના દુખાવામાં રાહત થાય છે. ખાસ કરીને મેથીના લાડુ મહિલાઓએ ખાસ ખાવા જોઇએ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની ઠંડીની શરૂઆત થઇ જતા અમે તમારી માટે વસાણાં વીક લઇને આવ્યા છીએ. આ વસાણાં વીકમાં તમે રોજ અલગ-અલગ પ્રકારના વસાણાં શીખો અને ઘરે બનાવો. આજે અમે તમારી માટે મેથીના લાડુની રેસિપી લઇને આવ્યા છીએ. મેથીના લાડુ તમે શિયાળામાં રોજ સવારે એક ખાઓ છો તો સાંધાના દુખાવાથી લઇને શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. મેથીમાં નેચરલ કડવાશ હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ઘણાં લોકો મેથીનો પાવડર પણ રોજ ફાકતા હોય છે. મેથીના લાડુ ખાવાથી સ્કિન પણ સારી થાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મેથીના લાડુ.

    સામગ્રી


    200 ગ્રામ આખી મેથી

    400 ગ્રામ ઘઉંનો લોટ

    300 ગ્રામ ઘી

    200 ગ્રામ ગુંદર

    બદામ

    500 ગ્રામ ગોળ

    આ પણ વાંચો: પોષક તત્વોથી ભરપૂર 'અડદિયા પાક' આ રીતે બનાવો ઘરે

    100 ગ્રામ કોપરુ

    બે ચમચી સુંઠનો પાવડર

    એક ચમચી ઇલાયચીનો પાવડર

    એક ચમચી જાયફળ

    બે ચમચી ગંઠોડાનો પાવડર

    બનાવવાની રીત



    • મેથીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ મેથીને અધકચરી મિક્સરમાં પીસી લો. મેથીની તમારે એકદમ ઝીણી પેસ્ટ બનાવવાની નથી. મેથીને કરકરી રાખવાની છે. કરકરા મેથીના લાડુ ટેસ્ટમાં સારા લાગે છે.


    આ પણ વાંચો: હલવા કરતા બહુ ઓછી મહેનતે બને છે 'ગાજરની ખીર'





        • એક મોટી કઢાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

        • ઘી ગરમ થઇ જાય એટલે એમાં ગુંદર નાખો અને ધીમા ગેસે સતત હલાવતા રહો.

        • ગુંદરનું મિશ્રણ એક પ્લેટમાં લઇ લો.

        • આ મિશ્રણ ઠંડુ પડે એટલે હાથની મદદથી ચુરો કરી લો. આમ કરવાથી ગુંદરના ગઠ્ઠા નહીં રહે. ઘણાં લોકો મેથી બનાવે ત્યારે ગુંદરના ગઠ્ઠા પડી જતા હોય છે.

        • એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

        • ઘી ગરમ થઇ જાય એટલે ઘઉંનો લોટ ધીમા ગેસે શેકી લો.

        • લોટ શેકાઇ જાય પછી કરકરી મેથીનો લોટ નાંખો.

        • મેથીનો લોટ શેકાઇ જાય એટલે ગુંદર નાંખો અને મિક્સ કરી લો.

        • ત્યારબાદ આમાં છીણેલું કોપરુ, ઇલાયચી પાવડર, બદામ, ગંઠોડાનો પાવડર, સુંઠનો પાવડર, જાયફળનો પાવડર નાંખો અને મિક્સ કરી લો.

        • આ બધી જ વસ્તુઓને હવે બરાબર મિક્સ કરી લો.





    • આ મિશ્રણને હવે પ્લેટમાં લઇ લો અને લાડુ વાળવા લાગો.

    • તો તૈયાર છે મેથીના લાડુ.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes, Winter recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन