Makhmali malai kofta recipe: તમે ઘરે અનેક પ્રકારના કોફ્તા બનાવ્યા હશે અને ખાધા પણ હશે. પરંતુ તમે ક્યારે મખમલી મલાઇ કોફ્તા ઘરે બનાવ્યા છે? મખમલી મલાઇ કોફ્તા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ ઘરે બનાવો આ કોફ્તા અને ખાવાની મજા માણો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય લોકો ખાવાના શોખીન હોય છે. આ સાથે જ ભારતીય ઘરોમાં મહેમાનોંના સ્વાગતનું મહત્વ કંઇક અલગ જ હોય છે. અનેક પકવાનોથી મહેમાનોંનું સ્વાગત કરવામાં આવે છે. ચા-કોફીથી લઇને બીજી અનેક વસ્તુઓ લંચ તેમજ ડિનરમાં હોય છે. ખાસ મહેમાનોં માટે તો સ્પેશયલ ડિશ પણ બનાવવામાં આવે છે. આમ, તમે પનીર કોફ્તા, પનીર મખની, મલાઇ કોફ્તા, દૂધીના કોફ્તા જેવી અનેક વાનગીઓ તમે બનાવતા હશો, પરંતુ આજે અમે તમારી માટે એક સ્પેશયલ વાનગી લઇને આવ્યા છીએ જે છે મખમલી મલાઇ કોફ્તા. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મખમલી મલાઇ કોફ્તા.